મિસ્ટ્રી બોય સાથે સ્પોટ થયેલી શાહરૂખ ખાનની લાડલી સુહાનાએ કેમેરાને જોતા જ છુપાવ્યો ચહેરો, યુઝરે પૂછ્યુ આ છોકરો કોણ છે ?

બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન આ દિવસોમાં બોલિવૂડમાં તેના ડેબ્યુને લઈને ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે સુહાના ખાન જલ્દી જ ઝોયા અખ્તરની ફિલ્મથી ડેબ્યૂ કરી શકે છે.શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર હોય, પરંતુ તેની લોકપ્રિયતા કોઈ સ્ટારથી ઓછી નથી. તેના લાખો ચાહકો તેની અંગત અને વ્યાવસાયિક જીવન વિશે જાણવા માંગે છે. તેની આઉટિંગની તસવીરો અને વીડિયો સામે આવતાં જ વાયરલ થઈ જાય છે. હાલમાં સુહાના ખાન તેની કેટલીક તસવીરોને લઇને ખૂબ જ ચર્ચામાં છે.

સુહાના ખાન મંગળવારે ઘરની બહાર જોવા મળી હતી. તે તેના મિત્ર સાથે કારમાં ક્યાંક ફરવા નીકળી હતી. પેપરાજીઓએ મન્નતની બહાર સુહાનાની તસવીરો ક્લિક કરી હતી. સુહાના ખાન અને તેનો મિત્ર કારની પાછળની સીટ પર બેઠા હતા. સુહાના અને તેનો મિત્ર બંને કેમેરાની અવગણના કરી અને હાથ વડે પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. સુહાના ખાન તેના ફ્રેન્ડ સાથે જોવા મળી હતી. બંને કારમાં જોવા મળ્યા હતા. જ્યારે પેપરાજીઓએ તસવીરો લેવાનું શરૂ કર્યું ત્યારે સુહાના ખાને પોતાનો ચહેરો છુપાવ્યો.

હવે આ તસવીરો જોયા બાદ ચાહકો ઉત્સાહિત થઈ ગયા કે આખરે સુહાનાનો આ મિત્ર કોણ છે, જેની સાથે શાહરૂખ ખાનની પુત્રી પહેલીવાર જોવા મળી છે. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં સુહાના અને તેનો મિત્ર બંને હાથ વડે પોતાનો ચહેરો છુપાવી રહ્યા છે. સુહાના બ્લેક ડેનિમમાં જોવા મળી રહી છે. એક તસવીર જોઈને લાગે છે કે તે ડ્રાઈવરને ઉતાવળ કરવા કહી રહી છે. આ તસવીરો જોઈને તરત જ ફેન્સ પૂછવા લાગ્યા કે આ મિસ્ટ્રી બોય કોણ છે? સુહાનાનો મિત્ર કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ સુહાનાના ફેન્સ ચોક્કસપણે જાણવા માટે ઉત્સુક છે કે આ મિસ્ટ્રી બોય આખરે છે કોણ.

થોડા સમય પહેલા જ સુહાના ખાન તેની ગર્લ ગેંગ સાથે ડિનર પાર્ટી એન્જોય કરતી જોવા મળી હતી. તે ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે, સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર અને જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર સાથે ડિનર પર જોવા મળી હતી. આ ત્રણેયની મિત્રતા બોલિવૂડમાં ઘણી ફેમસ છે. આ દિવસોમાં મીડિયા કોરિડોરમાં એવા અહેવાલો છે કે સુહાના ખાન અને ખુશી કપૂર એક જ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે. સુહાના ઝોયા અખ્તરની ઓફિસમાં પણ ઘણી વખત જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

અહેવાલો અનુસાર ઝોયા અખ્તર ‘ધ આર્ચીઝ’ પુસ્તક પર એક ફિલ્મ બનાવી રહી છે જેમાં તે સ્ટારકિડ્સને લોન્ચ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો નાતી અગસ્ત્ય નંદા પણ જોવા મળી શકે છે. જણાવી દઇએ કે, થોડા સમય પહેલા જ સુહાના ખાન IPL ઓક્શન દરમિયાન જોવા મળી હતી. તેની સાથે આર્યન ખાન અને જુહી ચાવલાની દીકરી જાહ્નવી મહેતા પણ જોવા મળી હતી. આ દરમિયાનની તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

Shah Jina