મનોરંજન

આર્યન ખાનની ધરપકડ બાદ સુહાના ખાને ઉઠાવ્યુ મોટુ પગલુ, ફેન્સ આખો ફાડી ફાડીને જોતા રહી ગયા

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન ડગ કેસમાં જેલમાં છે. હાલમાં જ આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આ સ્ટાર કિડને 7 ઓક્ટોબર સુધી NCB કસ્ટડીમાં કોર્ટ દ્વારા મોકલવામાં આવ્યો છે. આર્યન ખાન મુંબઇથી ગોવાના એક ક્રૂઝ શિપમાં ડગ પાર્ટીમાં સામેલ થયા હતા અન આ આરોપને કારણે તે હાલ NCB કસ્ટડીમાં છે. હવે ભાઇ આર્યન ખાનની ધરપકડ બાદ શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાને એક મોટુ પગલુ ભર્યુ છે.

સુહાના ખાને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં કમેન્ટ સેક્શનને બંધ કરી દીધુ છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે, સુહાના ખાને નેગેટિવિટીથી દૂર રહેવા માટે આવું કર્યુ છે. કારણ કે આર્યન ખાનનુ આવા કેસમાં નામ આવવાને કારણે આર્યન અને તેના પરિવારને લઇને અપશબ્દ કહેવામાં આવી રહ્યા છે.

આર્યન ખાન સુહાના ખાનનો મોટો ભાઇ છે. સોશિયલ મીડિયા પર સુહાના ઘણીવાર ભાઇ સાથે તસવીરો શેર કરતી રહે છે. લોકોને બંને વચ્ચેની બોન્ડિંગ પણ પસંદ આવે છે. આર્યન ખાનને NCBએ બે વાર કોર્ટ સામે હાજર કર્યો હતો. પરંતુ હજી સુધી તેને જમાનત મળી નથી. આર્યનની ધરપકડ બાદથી જ ખાન પરિવાર પર બધાની આંખો છે.

શાહરૂખ ખાન અને ગૌરી ખાને આર્યનની ધરપકડ બાદ મીડિયામાં કોઇ પણ નિવેદન જારી કર્યુ નથી. તે આ દિવસોમાં દીકરા માટે કાનૂની લડાઇ લડી રહ્યા છે. આર્યનની ધરપકડ બાદથી જ ખાન પરિવારને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.

ટ્વિટર પર સતત કેટલાક યુુઝર્સ દ્વારા શાહરૂખ ખાનને લઇને ટ્વિટ કરવામાં આવી રહ્યા છે. જેમાં તેની આલોચના કરવામાં આવી રહી છે. કિંગ ખાન હજી સુધી આ આલોચનાઓ પર ચૂપ છે. તમને જણાવી દઇએ કે, આર્યન ખાને કોર્ટે 7 ઓક્ટોબર સુધી NCB કસ્ટડીમાં મોકલી આપ્યો છે.