વાયરલ

શિક્ષકની વિદાય સમયે ચોંધાર આંસુએ રડવા લાગ્યા વિધાર્થીઓ, 9 લાખ કરતા પણ વધારે લોકોએ જોયો વીડિયો, જુઓ શિક્ષકની અનેરી વિદાય

ગુરુને ભગવાન કરતાં પણ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. આપણને સાચા-ખોટાનો ભેદ સમજાવનાર ગુરુ જ હોય ​​છે, તેથી શિક્ષકો જ શિષ્યના સાચા માર્ગદર્શક કહેવાય છે. કેટલાક લોકો શિક્ષકોને ભગવાનની જેમ પૂજે છે અને તેમને માને છે. પરંતુ કેટલીક જગ્યાએ તેમનું મહત્વ ઘટી ગયું છે, શિષ્યો તેમના શિક્ષકને માન આપતા નથી અને શિક્ષકો પણ તેમના શિષ્યો સાથે યોગ્ય વર્તન કરતા નથી.

આવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ભાવુક થઈ જશો. વાયરલ થઈ રહેલા વિડિયોમાં શિક્ષકની વિદાય પર સૌની આંખો ભીની થઈ ગઈ અને બાળકો પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.

વિદાય દરમિયાન શિક્ષકે સૌપ્રથમ બધા શિક્ષકોને ગળે લગાવ્યા અને વિદાય લીધી. તેના બાદ શાળાના બાળકો પણ તેમના ચરણ સ્પર્શ કરવા લાગ્યા. એક બાળક તેમને હાર પહેરાવે છે અને તેમને શાલ પણ આપે છે. બાળકોનો આ લગાવ જોઈને ટીચરની આંખોમાં પણ આંસુ આવી ગયા, ત્યારબાદ બાળકો પણ રડવા લાગ્યા. એક બાળકે શિક્ષકને ગળે લગાવ્યા અને જોરથી રડવા લાગ્યો. બાળકોનો તેમના શિક્ષક પ્રત્યેનો પ્રેમ જોઈ દરેક લોકો ખૂબ જ ભાવુક થઈ ગયા.

આ ખૂબ જ ભાવુક કરી દેનારો વીડિયો છે, જેને જોઈને તમારી આંખો પણ ભીની થઈ જશે. આ વીડિયો કર્ણાટકની એક સરકારી શાળાનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @ragiing_bull નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 54 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.