સ્કૂલના ફેરવેલમાં મિત્ર કરી રહ્યો હતો ડાન્સ, ત્યારે જ બીજા મિત્રએ સ્ટેજ ઉપર ચઢીને ઉડાવ્યા પૈસા, પછી શિક્ષકે એવો મેથીપાક ચખાડ્યો કે… જુઓ વીડિયો

સ્કૂલના પ્રોગ્રામમાં લગ્ન સમજીને મિત્ર પર ઉડાવી રહ્યો હતો પૈસા, શિક્ષકે બધાની સામે જ ધોઈ નાખ્યો, જુઓ વીડિયો

તમે ઘણા ડાન્સ શો જોયા હશે, જેમાં સ્ટેજ ઉપર કોઈ ડાન્સર ડાન્સ કરતી હોય ત્યારે કેટલાક લોકો હાથમાં નોટોના બંડલ લઈને ઉડાવતા હોય છે. આવા ઘણા વીડિયો પણ તમે જોયા હશે, પરંતુ શું કોઈ સ્કૂલના પ્રોગ્રામમાં એવું કઈ થાય એવું તમે જોયું છે ? હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વિદ્યાર્થી સ્ટેજ પર ડાન્સ કરતો હોય છે અને તેનો મિત્ર સ્ટેજ પર પૈસા ઉડાવવા આવે છે ત્યારે શિક્ષક તેને પાઠ ભણાવે છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્કૂલની અંદર કોઈ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં એક છોકરો સ્ટેજ ઉપર ચઢીને ડાન્સ કરતો જોવા મળે છે. સામે શિક્ષકો પણ ઉભા છે અને સ્કૂલના વિદ્યાર્થીઓ બેઠા છે. આ દરમિયાન જ એક વિદ્યાર્થી ઉભો થઈને આવે છે અને સ્ટેજ તરફ જાય છે. જેના બાદ તે ડાન્સ કરી રહેલા વિદ્યાર્થી પર પૈસા ઉડાવે છે. જેમ લોકો લગ્ન અને વરઘોડા તેમજ ડાન્સમાં પૈસા ઉડાવતા હોય.

આ જોઈને બાજુમાં ઉભેલા એક શિક્ષકને ગુસ્સો આવી જાય છે અને જેવો જ વિદ્યાર્થી પૈસા ઉડાવીને સ્ટેજ પરથી નીચે ઉતરે છે તેને મારવા લાગે છે. શિક્ષક વિદ્યાર્થીને માર મારતા હોય ત્યારે પણ સ્ટેજ પર ડાન્સ કરી રહેલો વિદ્યાર્થી પોતાના ડાન્સમાં જ મશગુલ હોય છે, સોશિયલ મીડ્યમ આ ઘટનાનો વીડિયો અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો બાગપત જિલ્લાના લંબુમાં આવેલી અલ્પલાઇન પબ્લિક સ્કૂલનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. લોકો પણ આ વીડિયોને લઈને અલગ અલગ પ્રતિભાવ આપતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકોએ શિક્ષકે સારું કર્યું એમ પણ કહી રહ્યા છે તો ઘણા લોકોને મિત્રને માર પડવા છતાં પણ ડાન્સ કરી રહેલા મિત્રને જોઈને હાસ્યાસ્પદ કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel