શેરીના રખડતા શ્વાનના ટોળાએ આ મહિલા ઉપર વરસાવ્યો એટલો બધો પ્રેમ કે વીડિયો જોઈને તમારું દિલ પણ ગાર્ડન ગાર્ડન થઇ જશે, જુઓ

માણસો હંમેશા સ્વાર્થી હોય છે એ આપણે બધા જ જાણીએ છીએ, દરેક વ્યક્તિને જીવનમાં આવા સ્વાર્થી માણસો સાથેનો કોઈને કોઈ અનુભવ જરૂર થયો હશે. તો બીજી તરફ પ્રાણીઓ હોય છે જે તમને નિઃસ્વાર્થ પ્રેમ કરતા હોય છે. તમે તેમને એકવાર ખાવાનું આપો તો તે તમારા થઇ જાય છે અને જયારે પણ તમને જુએ ત્યારે તેમનો પ્રેમ વરસાવતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં શેરીના ઘણા બધા રખડતા શ્વાન એક મહિલા ઉપર પ્રેમ વરસાવી રહ્યા છે.

આ વીડિયો ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ રવિવારે ફ્રેન્ડશિપ ડેના અવસર પર શેર કર્યો હતો. વીડિયો ટ્વીટ કરતા તેણે લખ્યું કે મેં ફ્રેન્ડશિપ ડેના ઘણા વીડિયો જોયા છે. પણ @joedelhiનો આ વિડિયો શ્રેષ્ઠ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક મહિલા જમીન પર બેઠી છે અને ઘણા શ્વાન તેને પ્રેમ કરી રહ્યા છે. તેઓ મહિલાને ચાટવા અને તેના ખોળામાં બેસવાનો પ્રયાસ કરી રહ્યા છે.

લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવ્યો. મહિલા અને શ્વાન વચ્ચેના પ્રેમે લોકોનો દિવસ બનાવી દીધો. લોકોએ આ વીડિયોને મિત્રતાનું ઉદાહરણ ગણાવ્યું. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે અને ઘણા બધા લોકો કોમેન્ટ કરીને આ પ્રેમના વખાણ કરી રહ્યા છે.

ઇન્ટરનેટ ઉપર શ્વાનને પ્રેમ કરતા ઘણા બધા વીડિયો જોવા મળતા હોય છે, ઘણા વીડિયોની અંદર ઘણા ગરીબ લોકો પણ શેરીના શ્વાન સાથે એ હદ સુધી પ્રેમ કરતા હોય છે તે જોઈને આપણું પણ દિલ ભાવુક થઇ જતું હોય છે. તો ઘણા લોકો પોતાના ઘરે રાખેલા પાલતુ પેટને પણ ખુબ જ પ્રેમ કરતા હોય છે.

Niraj Patel