અરે આ શું ? ચોકલેટ અને બિસ્કિટથી બનાવી એવી અજીબો ગરીબ ડિશ કે લોકો પણ બોલ્યા- ઉલટી કરવાનું મન થાય છે…

મહિલાએ ચોકલેટ અને બિસ્કિટથી બનાવી અજીબોગરીબ ડિશ, લોકો બોલ્યા- ઉલટી કરવાનું…

સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો જોવા મળે છે, જેમાં લોકો ખાવા પર પ્રયોગ કરતા જોવા મળે છે. ક્યાંક માખણ ઉમેરીને ચા તો ક્યાંક પાણીને બદલે કોલ્ડ ડ્રિંક્સ અને પેસ્ટ્રીથી મેગી બનાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ અંગે ઘણી પ્રતિક્રિયા પણ આપતા હોય છે, ત્યારે હાલમાં એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જેમાં તે ચોકલેટ અને બિસ્કીટનો ઉપયોગ કરીને વિચિત્ર વાનગી તૈયાર કરે છે. તેણે આનું નામ ચોકલેટ સુશી રાખ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા જીમ જામ બિસ્કિટ લે છે અને તેને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી તેમાં દૂધ ઉમેરે છે. તે તેને લોટની જેમ ગુંથે છે અને પછી હાથથી ઘણી બધી ચોકલેટને કચડીને પાવડરમાં ફેરવે છે.

ચોકલેટ અને બિસ્કિટથી બનાવી અજીબો ગરીબ ડિશ

બિસ્કીટ ગૂંથ્યા પછી, મહિલા તેને રોટલીની જેમ ફેરવે છે અને તેના પર આ બધી ચોકલેટ નાખ્યા પછી, ચોકલેટ સીરપ રેડે છે. આ પછી તે એક રોલ બનાવે છે અને તેને છરીથી કાપે છે. આ પછી તે તેના પર ફરીથી ચોકલેટ સીરપ નાખે છે. આ વાયરલ વીડિયો પર લોકો પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ડાયાબિટીસ આપવાની રીત થોડી કેઝ્યુઅલ છે.’

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

અન્ય એક યુઝરે કહ્યું, ‘આ વાનગીથી સારું કોઈ ઝેર નથી. આ કરવાનું બંધ કરો. આ વિડિયો જોયા પછી જો કોઈ વ્યક્તિ ખરેખર ઘરે આ વાનગી બનાવે તો શું?’ ત્યાં બીજો એક યુઝર કહે છે કે, ‘સાંભળો આંટી, મને ઉલ્ટી થવાનું મન થાય છે.’ આ પહેલા આ મહિલાએ હલવો બનાવતો વીડિયો શેર કર્યો હતો. આ હલવો પારલે-જી બિસ્કિટ અને લિટિલ હાર્ટ્સથી બનાવવામાં આવ્યો હતો. આ અંગે પણ લોકોએ આવી જ કમેન્ટ્સ કરી હતી.

Shah Jina