મહેશ ભટ્ટની લાડલી આલિયાએ તેના ડ્રાઇવર અને હેલ્પરને આપી ખાસ ગિફ્ટ, આખી જિંદગી મોજે મોજ થશે

નોકર અને ડ્રાઇવરને આલિયા ભટ્ટે ખુશ થઇને આપ્યુ હતું એટલું મોઘું ગિફ્ટ, જીવન ભર કરશે મોજ

બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે પરિવાર અને મિત્રો સાથે તેનો 26મો જન્મદિવસ ઉજવ્યો હતો. આલિયાના જન્મદિવસ પર બોયફ્રેન્ડ રણબીર કપૂરે પણ અભિનેત્રી માટે રોમેન્ટિક ડેટનું આયોજન કર્યું હતું. પરંતુ જન્મદિવસના અવસર પર આલિયા ભટ્ટે તેના ડ્રાઈવર અને હેલ્પરને સૌથી સુંદર ભેટ આપી છે. રિપોર્ટ અનુસાર, આલિયાએ પોતાના માટે ઘર ખરીદવા માટે 50-50 લાખના ચેક આપ્યા હતા. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, આલિયાની પહેલી ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરના સમયથી જ તેનો ડ્રાઈવર સુનીલ અને હેલ્પર અનમોલ આલિયા માટે કામ કરી રહ્યા છે.

આલિયાની અત્યાર સુધીની સફરમાં બંને હંમેશા સાથે રહ્યા છે. એટલા માટે અભિનેત્રીએ તેના જન્મદિવસ નિમિત્તે બંનેને પોતાનું ઘર ખરીદવા માટે પૈસા આપ્યા છે. આલિયા ફિલ્મ કલંકમાં જોવા મળી હતી. આલિયાએ પ્રથમ વખત તેના ક્લાસિકલ ડાન્સ કૌશલ્ય દર્શાવતા ગીત પર શાનદાર કામ કર્યું છે. આલિયા અને માધુરીએ કલંક ફિલ્મના પહેલા ગીત ‘ઘર મોર પરદેશિયા’માં કામ કર્યું હતુ. આ ગીત શ્રેયા ઘોષાલ અને વૈશાલી મેડે ગાયું હતુ. તેમજ સંગીત પ્રિતમે આપ્યું હતુ.

ગીતના બોલ અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે. રેમો ડિસોઝાએ આ ગીતની કોરિયોગ્રાફી કરી હતી. આ ફિલ્મમાં વરુણ ધવન સાથે આલિયા ભટ્ટ જોવા મળ્યા હતા. કલંકમાં આલિયા ભટ્ટ અને વરુણ ધવન ચોથી વખત સાથે જોવા મળ્યા. આ જોડી પહેલીવાર સ્ટુડન્ટ ઑફ ધ યરમાં જોવા મળી હતી. અગાઉ બંને હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, બદ્રીનાથ કી દુલ્હનિયામાં કામ કરી ચૂક્યા છે.

આલિયા ભટ્ટે 15 માર્ચ 2019ના રોજ તેનો 26મો જન્મદિવસ ઉજવ્યો હતો. આલિયા તેના જન્મદિવસ પર તેના પરિવાર અને મિત્રો સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. તેના જન્મદિવસ પર તેને ઘણી ગિફ્ટ્સ મળી હતી, તેથી તેણે આ દરમિયાન બે લોકોને ખાસ ભેટ પણ આપી હતી. આલિયાએ તેના જન્મદિવસ પર તેના ડ્રાઈવર અને હેલ્પરને પચાસ લાખ રૂપિયા આપ્યા હતા.

અભિનેત્રી પાસેથી પૈસા મળ્યા બાદ સુનીલે જુહુ અને અનમોલ ખાન ડંડામાં ફ્લેટ બુક કરાવ્યો છે. અનમોલ અને સુનીલ તેની પહેલી ફિલ્મથી તેની સાથે છે. બંને લાંબા સમયથી પોતાનું ઘર મેળવવાની કોશિશ કરી રહ્યા હતા, જેની આલિયાને જાણ હતી. આવી સ્થિતિમાં આલિયાએ તેના જન્મદિવસ પર આ ગિફ્ટ આપી હતી. આલિયા ભટ્ટ એક પછી એક હિટ ફિલ્મો આપી છે. રાઝી બાદ તેની ફિલ્મ ‘ગલી બોય’ પણ હિટ રહી હતી. ફિલ્મમાં આલિયાના પાત્રની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે.

વરુણ ધવન, સોનાક્ષી સિંહા, આદિત્ય રોય કપૂર, માધુરી દીક્ષિત અને સંજય દત્ત અભિનીત આલિયા ભટ્ટ અભિનીત ‘કલંક’ 17 એપ્રિલે રિલીઝ થઇ હતી. આલિયા ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર કપૂર સાથે કામ કરી રહી છે. આલિયાએ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે. આલિયા ભટ્ટે 2012માં ધર્મા પ્રોડક્શનની સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે.

આલિયા ભટ્ટ ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ઈન્શાઅલ્લાહમાં સલમાન ખાન સાથે જોવા મળશે. આ પહેલીવાર હશે જ્યારે સલમાન અને આલિયા સાથે જોવા મળશે. સલમાન અને આલિયા બંનેએ સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરવા અંગે ખુશી વ્યક્ત કરી છે. આલિયાએ ફિલ્મ વિશે ટ્વિટ કર્યું, “ખુલ્લી આંખે સપનું જોવું જોઈએ અને મેં તે કર્યું.”

આલિયાની અપકમિંગ ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી અને બ્રહ્માસ્ત્ર છે તેમજ તે રણવીર સિંહ સાથે રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં પણ જોવા મળશે.તમને જણાવી દઈએ કે ‘રોકી અને રાનીની પ્રેમ કહાની’ 10 ફેબ્રુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મની મજાની વાત એ છે કે કરણ જોહર આ મોટી ફિલ્મથી કમબેક કરવા જઈ રહ્યો છે.

લગભગ 7 વર્ષ પછી, કરણ જોહર મજબૂત સ્ટાર્સની મજબૂત ટીમ સાથે ડિરેક્ટર તરીકેની જવાબદારી સંભાળવા જઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં 8-9 ગીતો છે જે કરણ જોહરની શૈલીમાં શૂટ કરવામાં આવશે.

Shah Jina