સાઉથની ફિલ્મોમાં શો-પીસ બનીને રહી ગયા બોલીવુડના આ કલાકારો, મળ્યો માત્ર સાઈડ રોલ…ફેન્સે ઠેકડી ઉડાવીને કર્યા ટ્રોલ
તાજેતરના સમયમાં સાઉથની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખુબ ધમાલ મચાવી રહી છે. સાઉથની ફિલ્મો બૉલીવુડ ફિલ્મોને જબરદસ્ત ટક્કર આપી રહી છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોની ફેન ફોલોઇંગ હિન્દી ફિલ્મ દર્શકો વચ્ચે પણ લગાતાર વધતી જઈ રહી છે.આજના સમયમાં બોલીવુડના ઘણા કલાકારો સાઉથ ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા ધરાવે છે. આજે અમે તમને સાઉથની એવી ફિલ્મો વિશે જણાવીશું જેમાં બોલીવુડના જાણીતા કલાકારોએ કામ કર્યું પણ માત્ર તેઓ શો-પીસ બનીને જ રહી ગયા હતા.આવો તો જાણીએ કે કયા કલાકારોએ કર્યો હતો સાઈડ રોલ.
1. આલિયા ભટ્ટ: આજે આલિયા ભટ્ટ બોલીવુડની સૌથી ચર્ચિત અભિનેત્રી બની ગઈ છે. ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી દ્વારા તેણે દર્શકો વચ્ચે પોતાની એક અલગ જ છાપ છોડી છે. ફિલ્મ ગંગુબાઈમાં લીડ રોલ કરનારી આલિયા ફિલ્મ RRRમાં ખુબ જ નાના રોલમાં જોવા મળી હતી. ફિલ્મનું પ્રમોશન જે રીતે થઇ રહ્યું હતું તે જોઈને લાગી રહ્યું હતું કે આલિયા ફિલ્મમાં ખાસ કિરદારમાં હશે. ફિલ્મમાં તેનો કિરદાર અમુક જ સમય માટે હતો.
2. સુનિલ શેટ્ટી: સુનિલ શેટ્ટી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એકથી એક દમદાર રોલ નીભવવા માટે ઓળખવામાં આવે છે. સુનીલ શેટ્ટીએ ફિલ્મ મરક્કારમાં નાનો એવો રોલ કર્યો હતો. સુનિલ શેટ્ટી જે રીતે બોલીવુડમાં કિરદાર નિભાવ્યા છે અને જે રીતે તેને ખાસ કિરદાર આ ફિલ્મમાં મળવો જોઈએ, ફિલ્મમાં એટલો જોવા મળ્યો ન હતો.આ ફિલ્મમાં સુનિલ શેટ્ટીના રોલને કઈ ખાસ પ્રશંસા મળી ન હતી.
3. અજય દેવગન: અજય દેવગને પોતાની કારકિર્દીમાં એકથી એક શાનદાર કિરદાર નિભાવ્યા છે પણ ફિલ્મ આરઆરઆરમાં તેની ચમક ખુબ ફિક્કી પડેલી દેખાઈ હતી. આલિયાની જેમ અજય દેવગન પણ માત્ર કેમિયો રોલમાં જોવા મળ્યા હતા.જો કે ફિલ્મ પ્રમોશનના સમયે અજય દેવગન પણ ખુબ ચર્ચામાં રહ્યા હતા.
4. ઐશ્વર્યા રાય: મિસ વર્લ્ડનો તાજ પોતાના નામે કરી ચુકેલી અભિનેત્રી ઐશ્વર્યા રાય સાઉથ ફિલ્મ PS-1માં જોવા મળવાની છે. ફિલ્મના પોસ્ટરમાં ઐશને ખાસ જગ્યા પણ મળી છે અને તેના લુકને જોઈને લાગી રહ્યું છે કે તેનો રોલ ફિલ્મમાં ખુબ દમદાર હોવાનો છે, પણ એ તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે કે ઐશને ફિલ્મમાં કેટલી જગ્યા મળી છે.