લગ્નના મંડપમાં વર કન્યા એક બીજાને હાર પહેરાવી હતા ત્યારે જ અચાનક ભભૂકી ઉઠી આગ, કન્યાના ભાઈએ એવું કર્યું કે… જુઓ વીડિયો

લગ્નના મંડપમાં આગ લાગતા જ કન્યાના ભાઈએ હીરોની જેમ આવીને કર્યું એવું કામ કે લોકોએ કર્યા પેટ ભરીને વખાણ.. જુઓ વીડિયો

હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ પણ થઇ રહ્યા છે. ઘણા વીડિયોની અંદર કેટલીક હસી મજાકની ઘટનાઓ જોવા મળે છે તો ઘણીવાર લગ્નમાં સર્જાતી દુર્ઘટનાઓના વીડિયો પણ વાયરલ થઇ જતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જ્યારે વરરાજા અને કન્યા ફોટોશૂટ કરાવતા હોય છે ત્યારે સ્ટેજ પર આગ લાગી જાય છે. આ જોઈને બધા ડરી જાય છે. જ્યારે દુલ્હનનો ભાઈ આવીને હીરોની જેમ આગ ઓલવે છે ત્યારે લોકો આગ તરફ જોવા લાગે છે. આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે વરમાળા પછી વર-કન્યા પોતાના ફોટા ક્લિક કરાવી રહ્યા છે.

બરાબર એજ સમયે સ્ટેજની પાછળના ભાગમાં આગ ફાટી નીકળે છે. કન્યા ડરી જાય છે. જ્યારે એક છોકરો આવે છે અને તેનું બ્લેઝર ઉતારે છે અને આગ ઓલવવાનું શરૂ કરે છે ત્યારે વરરાજા કન્યાને પોતાની તરફ ખેંચે છે. આ વીડિયો 25 માર્ચે ઈન્સ્ટાગ્રામ યુઝર પ્રિયંકા શર્મા દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Sharma (@i.priya_sharma)

વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું “દરેક લોકો સુરક્ષિત છે. આભાર મારા ભાઈ આ દ્રશ્યે લોકોના દિલ જીતી લીધા છે.” યુઝર્સ કહી રહ્યા છે કે દરેક છોકરીના જીવનમાં એવો ભાઈ હોવો જોઈએ. કેટલાકે લખ્યું કે ભાઈ આવા હોય તો કોઈ વાતનું ટેન્શન નથી. તો બીજી તરફ એકે લખ્યું કે ભાઈની સાથે વરના પણ વખાણ કરવા જોઈએ, જેઓ પોતાની દુલ્હનને આગથી દૂર લઈ ગયો.

Niraj Patel