ચાહકે શાહરુખ ખાન પાસે માંગી છોકરી પટાવવાની ટિપ્સ,”કિંગ ખાને લગાવી દીધી ક્લાસ”

શાહરુખ છોકરી પટાવવાની ટીપ્સ આપો, તો 55 વર્ષના કિંગ ખાને સંસ્કારી ટિપ્સ આપી

બોલીવડુના કિંગ ખાન એવા અભિનેતા શાહરૂખ ખાન કિંગ ઓફ રોમાંસના નામે પણ જાણવામાં આવે છે. ફિલ્મોમાં શાહરૂખની અભિનેત્રીઓને પ્રપોઝ કરવાની સ્ટાઇલ ચાહકોને ખુબ પસંદ આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

અમુક સમય પહેલા જ શાહરુખ ખાને ટ્વીટર પર AskSRK સેશન રાખ્યું હતું, જેમાં ચાહકોએ તેને ઘણા સવાલો કર્યા હતા અને તેના જવાબો પણ શાહરૂખે આપ્યા હતા. આ સેશન દરમિયાન એક ચાહકે તેને એવો સવાલ પૂછી લીધો કે તેનાથી શાહરુખ ગુસ્સે થઇ જાય છે અને તેની ક્લાસ લગાવી દે છે.

સેશનના દરમિયાન ચાહકે શાહરૂખને પૂછ્યું કે,”શાહરુખ ખાન છોકરી પટાવવા માટેની એક બે ટિપ્સ આપો!” શાહરૂખે તરતજ તેનો જવાબ આપતા કહ્યું કે”એક યુવતી માટે ‘પટાવવું’ ને બદલે કોઈ વધારે સન્માનાજનક અને સૌમ્યતાથી વર્તાવ કરો”. શાહરુખનો આવો જવાબ દર્શકોને ખુબ પસંદ આવ્યો હતો અને તેની પ્રશંસા કરી હતી.

એક યુઝરે શાહરૂખના અન્ડરવેરનો કલર પણ પૂછી લીધો હતો તેના જવાબમાં શાહરૂખે કહ્યું કે,”મેં આ સેશન માત્ર આવા જ ક્લાસી અને એજ્યુકેટેડ સવાલો માટે જ કર્યું છે”. તેના પછી આ યુઝરે પોતાનો સવાલ જ ડીલીટ કરી નાખ્યો હતો.

પોતાના નવા પ્રોજેક્ટ વિશે પણ એક યુઝરનો જવાબ આપતા શાહરૂખે લખ્યું કે,”અરે ઘણી ફિલ્મો રીલિઝ થવાની રાહ છે…અમારો વારો તેના પછી આવશે. ચિંતા ન કરો”.

Krishna Patel