સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને પડ્યો મોટો ફટકો, કેન વિલિયમસને કહ્યુ અલવિદા- જાણો કારણ

હાલ તો દેશમાં IPLનો માહોલ ચાલી રહ્યો છે. IPLમાં દરેક ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે. આ વખતે IPLમાં બે નવી ટીમોનો ઉમેરો થયો છે, જે છે ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપરજાયન્યટ્સ…આ બે ટીમોમાંની એક ટીમ એટલે કે હાર્દિક પંડ્યાની કપ્તાની વાળી ગુજરાત ટાઇટન્સ તો ક્વોલિફાય પણ થઇ ચૂકી છે. ગુજરાત ટાઇટન્સે આ સિઝનની 13 મેચોમાંથી 10 જીતી અને પોઇન્ટ ટેબલમાં પહેલુ સ્થાન હાંસિલ કરી છે. ત્યારે હાલ IPL હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે, ત્યાં બધી ટીમો સાથે સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ પણ પ્લેઓફમાં પહોંચવા માટે તનતોડ મહેનત કરી રહી છે. ત્યારે હવે ટીમને એક ફટકો પડ્યો છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) એ બુધવારે જાહેરાત કરી છે કે કેપ્ટન કેન વિલિયમસન તેના બીજા બાળકના જન્મ માટે ઘરે પરત ફરશે. આ કારણે વિલિયમસન રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે હૈદરાબાદમાં IPL 2022ની છેલ્લી લીગ મેચમાં રમી શકશે નહીં. હૈદરાબાદે મંગળવારે વિલિયમસન સ્વદેશ પરત ફર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ સામે ત્રણ રને રોમાંચક જીત મેળવીને તેમની પ્લેઓફની આશા જીવંત રાખી હતી, જોકે ઘણું બધું અન્ય ટીમોની મેચોના પરિણામો પર પણ નિર્ભર રહેશે.જણાવી દઇએ કે, વિલિયમસન પિતા બનવાનો છે, તેથી તે તેની પત્ની સાથે રહેશે.

વિલિયમસનની કપ્તાની હેઠળ સનરાઇઝર્સે તેની 13મી મેચમાં મુંબઈ સામે ત્રણ રનથી રોમાંચક જીત નોંધાવી હતી. આ જીત સાથે ટીમે સિઝન-15ના પ્લેઓફમાં પહોંચવાની આશા પણ જીવંત રાખી છે. જો કે, તે અન્ય ટીમોના જીત-હારના સમીકરણ પર નિર્ભર કરે છે કારણ કે સનરાઇઝર્સ આ સિઝનમાં તેમની 13 મેચમાંથી માત્ર 6 જ જીતવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં તેની પાસે હવે માત્ર 12 પોઈન્ટ છે. ટીમને હવે માત્ર તેની છેલ્લી લીગ મેચમાં જીત નોંધાવવી પડશે નહીં, પરંતુ તેણે તેના નેટ રનરેટમાં સુધારો કરવો પડશે.

વિલિયમસને તેના અધિકૃત ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર સાથે પોસ્ટ કર્યું હતું, “અમારા પરિવારમાં એક સુંદર બાળકીનું સ્વાગત કરીને ખૂબ જ આનંદ થયો.” IPL 2022 અત્યાર સુધી વિલિયમસને મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝી દ્વારા જાળવી રાખ્યો છે. તેણે 13 મેચોમાં ભાગ લીધો છે. સ્પર્ધાત્મક ક્રિકેટ રમતા ખેલાડીનું બેટ કોણીની ઈજામાંથી સાજા થયા બાદ શાંત રહ્યું છે. તેણે 19.64ની એવરેજ અને 93.50ની સ્ટ્રાઈક રેટથી માત્ર 216 રન બનાવ્યા છે. હૈદરાબાદ હાલમાં 13 મેચમાં 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે.

સનરાઈઝર્સ હૈદરાબાદનો કેપ્ટન કેન વિલિયમસન ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માંથી બહાર થઈ ગયો છે. ફ્રેન્ચાઇઝીએ પોતાના સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. મુંબઈ સામેની મેચ બાદ વિલિયમસન ન્યુઝીલેન્ડ જવા રવાના થયો હતો. આવી સ્થિતિમાં તે હવે પંજાબ સામેની છેલ્લી લીગ મેચમાં ટીમનું પ્રતિનિધિત્વ નહીં કરે.

Shah Jina