સ્પાઇસ જેટની ફ્લાઇટના ટોયલેટમાં ફસાયેલ વ્યક્તિનો વીડિયો આવ્યો સામે…જુઓ 2 કલાક શું કર્યુ

ફ્લાઇટના ટોયલેટમાં બંધ કેવી રીતે વીતાવ્યા 2 કલાક, સ્પાઇસ જેટવાળા યાત્રીનો વીડિયો આવ્યો સામે

મુંબઈ-બેંગલુરુ સ્પાઈસજેટ ફ્લાઈટના ટોઈલેટમાં એક મુસાફર ફસાઇ ગયો હતો, વ્યક્તિ બે કલાક સુધી ટોયલેટમાં અટવાયેલો રહ્યો. હવે આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે વ્યક્તિએ ટોયલેટમાં બનાવ્યો હતો. આ વાયરલ ક્લિપમાં મુસાફર સ્પષ્ટપણે સંઘર્ષ કરતો દેખાઈ રહ્યો છે. તે અંદરથી ગેટ ખોલવાનો પ્રયાસ કરે છે, બહારથી પણ ગેટ ખોલવાનો અથાગ પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ ટોયલેટનો દરવાજો ખુલી રહ્યો નથી.

વીડિયોમાં ટોયલેટના મિરરમાં પેસેન્જરની એક ઝલક પણ જોઈ શકાય છે, જે હાથમાં મોબાઇલ પકડી વીડિયો રેકોર્ડિંગ કરતો જોવા મળે છે. સમય પસાર કરવા માટે તે થોડીવાર કોમોડ પર બેસી જાય છે. ટોયલેટની અંદર ફસાયેલા પેસેન્જરને બચાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. વ્યક્તિની હિંમતને અકબંધ રાખવા માટે કેબિન ક્રૂએ ટોયલેટમાં નીચેથી એક ચિઠ્ઠી પણ મોકલી હતી.

જેમાં લખ્યું હતું- સર, અમે દરવાજો ખોલવાનો પૂરો પ્રયાસ કર્યો છે. પણ દરવાજો ખૂલતો નથી. ગભરાશો નહીં. ટૂંક સમયમાં જ લેન્ડિંગ થવાનું છે, તમે કમોડનું ઢાંકણું બંધ કરો અને તેના પર બેસો. મેઈન ગેટ ખુલતાં જ અમે એન્જિનિયરને બોલાવીશું. તમે ચિંતા ન કરશો. રિપોર્ટ અનુસાર સ્પાઈસ જેટની આ ફ્લાઈટ મુંબઈથી બેંગ્લોર જઈ રહી હતી, જેનું ટોઈલેટ લોક ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું.

આવી સ્થિતિમાં જ્યારે એક મુસાફર ટોઇલેટનો ઉપયોગ કરવા ગયો તો તેને બે કલાક સુધી ટોઇલેટમાં ફસાયેલ રહેવું પડ્યું. જ્યારે ફ્લાઇટ બેંગલુરુ પહોંચી ત્યારે લેન્ડિંગ બાદ એન્જિનિયરને બોલાવવામાં આવ્યો અને તેણે દરવાજો ખોલી પેસેન્જરને બહાર કાઢ્યો. આ પછી સ્પાઈસ જેટે પેસેન્જરને થયેલી અસુવિધા માટે ખેદ વ્યક્ત કર્યો હતો અને ટિકિટની સંપૂર્ણ રકમ પેસેન્જરને પરત આપવાનું કહ્યુ હતુ. એરલાઈને એમ પણ કહ્યું હતું કે આખી મુસાફરી દરમિયાન પેસેન્જરને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina