VIDEO: કાતિલ અંદાજમાં પ્લેનીની અંદર ડાન્સ કરતી આ એર હોસ્ટેસના વીડિયોએ સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ

આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલેન્ટને બહાર લાવવાનું એક ઉમદા માધ્યમ બની ગયું છે, જો તમારી અંદર પણ વિશિષ્ટ પ્રતિભા હોય તો તમે તને છેવાડા ગામડામાં પણ બેસીને પણ સોશિયલ મીડિયા દ્વારા દુનિયાભરમાં પ્રચલિત કરી શકો છો. સોશિયલ મીડિયામાં રોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે અને જોનારને પણ ખુબ જ પસંદ આવતા હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ એર હોસ્ટેસનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે એક હિન્દી ગીત ઉપર ખુબ જ શાનદાર ડાન્સ કરી અને લોકોનું દિલ જીતતી જોવા મળી રહી છે,  વીડિયોની અંદર દેખાઈ રહેલી એર હોસ્ટેસ સ્પાઇસ જેટની એર હોસ્ટેસ છે. તે બોર્ડિંગ બ્રિજ ઉપર ઉભા રહીને ધાંસુ ડાન્સ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Uma Meenakshi (@yamtha.uma)


વાયરલ થઇ રહેલી આ એર હોસ્ટેસ ડાન્સરનું નામ છે ઉમા મીનાક્ષી. ઉમા તેના ડાન્સ વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોસ્ટ કરે છે અને તે ખુબ જ વાયરલ પણ થઇ જતા હોય છે. હાલમાં જ તેનો બૉલીવુડ સોન્ગ પરનો એક નવો વીડિયો “અખિયાં મિલાઉ” ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Uma Meenakshi (@yamtha.uma)

ઉમાએ આ પહેલા પણ ઘણા વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કર્યા છે. જેમાં તે ડાન્સ કરતી જોવા મળી હતી. આ પહેલા પણ તેને બોર્ડિંગ બ્રિજ ઉપર એક અન્ય એર હોસ્ટેસ સાથે મિકી સિંહ અને જોનીતા ગાંધી દ્વારા ગાવામાં આવેલા એક પંજાબી ગીત “ના…ના…” પર ડાન્સ કરતી જોવા મળી હતી. તેનો તે વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો

 

View this post on Instagram

 

A post shared by Uma Meenakshi (@yamtha.uma)


આ પહેલા પણ તેને ખાલી પ્લેનની અંદરથી પણ ડાન્સ વીડિયો પોસ્ટ કર્યા હતા, જે પણ ખુબ જ વાયરલ થઇ ગયા હતા. તેના ડાન્સ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરે છે અને તેના કારણે જ તેનો નવો વીડિયો પણ થોડી જ ક્ષણોમાં વાયરલ થઇ જતો હોય છે. ઘણા યુઝર્સ તેના વાયરલ વીડિયો ઉપર કોમેન્ટ પણ કરતા હોય છે.

Niraj Patel