સરકારી કામની અંદર આટલી ઝડપ તો આજ પહેલા તમે પણ ક્યારેય નહીં જોઈ હોય, જુઓ વીડિયો આ કર્મચારીની કામની ઝડપનો

સરકારી ઓફિસના ધક્કા દરેક લોકોએ ખાધા હશે અને એ પણ જોયું હશે કે સરકારી ઓફિસમાં કામ કેટલું ધીમું થાય છે. ઘણીવાર સરકારી ઓફિસના અનેક ચક્કર લગાવ્યા છતાં પણ કામ પૂરું નથી થતું. ત્યારે હવે આ વાતને ખોટી સાબિત કરતા એક ફની વીડિયો સામે આવ્યો છે, જેને IPS ઓફિસર રુપિન શર્માએ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ રોકાયા વિના સતત કેટલાક દસ્તાવેજો પર સિક્કા મારતો જોવા મળી રહ્યો છે. તેની સ્પીડ જોયા પછી તમે પણ હેરાન રહી જશો. મશીનની જેમ સતત સિક્કા મારનાર વ્યક્તિને જોઈને એવું લાગે છે કે જાણે કોઈ સરકારી કર્મચારી તેની ઓફિસમાં બેસીને કામ કરી રહ્યા છે.

ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સરકારી કર્મચારી જેવો દેખાતો એક વ્યક્તિ પોતાની ઓફિસમાં બેસીને દસ્તાવેજો પર સ્ટેમ્પ લગાવી રહ્યો છે. તે એક હાથથી પાનાં ફેરવી રહ્યો છે અને બીજા હાથથી તેના પર સ્ટેમ્પ લગાવી રહ્યો છે. માત્ર થોડી સેકેંડમાં જ  તેને ઘણા પાનાઓ ઉપર સ્ટેમ્પ લગાવ્યો. તેની સ્પીડ જોઈને એમ લાગે છે કે જાણે કોઈ મશીન ચાલુ હોય.

માત્ર થોડી સેકન્ડનો આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. રુપિન શર્માએ પોતાના ટ્વિટરના કેપ્શનમાં લખ્યું છે કે, “ખાનગીકરણના સમાચાર સાંભળીને સરકારી કામકાજની ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો થયો છે.” ઓફિસર રૂપિન શર્માએ આ વીડિયોમાં ઘણા લોકોને ટેગ કર્યા છે.આ વાયરલ વીડિયોમાં સરકારી કર્મચારી છે કે કોઈ બીજું તેની પુષ્ટિ અમે નથી કરતા…

Niraj Patel