જામનગરના આકાશમાં રાત્રીના સમયે છવાઈ ગયું “વનતારા”, આભમાં ચમક્યા અનંતના વ્હાલા પ્રાણીઓ, જુઓ વીડિયો
Spectacular Sky View Of Ambani’s ‘Vantara : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા જામનગરમાં ભવ્ય પ્રિ વેડિંગ સેરેમનીનું આયોજન ચાલી રહ્યું છે. જેની શરૂઆત 1 માર્ચથી થઇ છે અને 3 માર્ચ સુધી સતત 3 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો ચાલવાના છે. ત્યારે આજે આખા દેશની નજર જામનગર પર મંડાયેલી છે. સોશિયલ મીડિયાથી લઈને ન્યુઝ મીડિયામાં પણ અનંત અંબાણીની આ પ્રિ વેડિંગ સેરેમની છવાઈ ગઈ છે.
અદભુત ડ્રોન શો :
મુકેશ અંબાણીએ આ સેરેમનીમાં પાણીની જેમ પૈસા વહાવ્યા છે. દેશ વિદેશના મહેમાનો અંબાણી પરિવારના આ પ્રસંગમાં સામેલ થઇ રહ્યા છે. ત્યારે મહેમાનો માટે પણ ખાસ સુવિધાઓ કરવામાં આવી છે. આ સાથે જ કાર્યક્રમોમાં પણ રોનક છવાયેલી જોવા મળે છે. આવો જ એક ડ્રોન શો પણ જામનગરના આકાશમાં જોવા મળ્યો હતો. જેમાં વનતારાનું નયનરમ્ય દૃશ્ય જોવા મળ્યું.
આકાશમાં જંગલનો નજારો :
આ ડ્રોન શોનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આકાશની અંદર “વનતારા”નો ભવ્ય નજારો જોવા મળી રહ્યો છે. સામે આવેલા વીડિયોમાં જંગલ થીમ જોવા મળી રહ્યું છે. જેમાં આકાશની અંદર ડ્રોન જંગલનું દૃશ્ય બતાવી રહ્યા છે. સાથે જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રતિકૃતિ પણ જોવા મળી રહી છે. હાથમાં હાથ લઇ અનંત અને રાધિકા ચાલતા જોવા મળે છે અને તેમની પાછળ પ્રાણીઓ પણ ચાલતા જોવા મળી રહ્યા છે. આ દૃશ્ય ખુબ જ મનમોહક લાગી રહ્યું છે.
પ્રાણીઓને ખુબ જ પ્રેમ કરે છે અનંત :
અનંત જે પ્રાણીઓને ખુબ જ પ્રેમ કરે છે તે બધા જ પ્રાણીઓ આ ડ્રોન શોમાં જોવા મળી રહ્યો છે. અનંતે આ પ્રાણીઓ માટે “વનતારા” બનાવ્યું છે, જેમાં પ્રાણી સંગ્રાલય નહિ પરંતુ પ્રાણી સેવા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે તેમ અનંતે જણાવ્યું હતું. વીડિયોમાં એક સુંદર હાથીનું મદનિયું પણ જોવા મળી રહ્યું છે જેનું નામ ગૌરી છે. અનંત અને રાધિકા બંને પ્રાણી પ્રેમી છે અને તે વનતારાને ખુબ જ સુંદર બનાવી રહ્યા છે.
View this post on Instagram