મુસીબતના સમયે ચકલીએ વાપરી ગજબની બુદ્ધિ, 3 બિલાડીઓએ તેનું કામ તમામ કરવાની હતી ત્યારે જ કર્યું એવું કે.. જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો, જુઓ વીડિયો
Sparrows trick cats : વ્યક્તિ પોતાની સમજદારી દ્વારા સૌથી મોટા સંકટમાંથી બહાર નીકળી શકે છે, તમે જંગલની અંદર ઘણા પ્રાણીઓને જોયા હશે. જયારે મોટા પ્રાણીઓ તેમનો શિકાર કરવા માટે આવે ત્યારે નાના પ્રાણીઓ પોતાનો જીવ બચાવવા માટે અવનવા જુગાડ અપનાવતા હોય છે. ઘણીવાર આવી ઘટનાઓ કેમેરામાં કેદ થઇ જાય છે અને વીડિયો વાયરલ પણ થતા હોય છે, ત્યારે હાલ તાજેતરમાં પણ એક વીડિયોમાં એવુજ જોવા મળ્યું હતું. જેમાં એક ચકલીએ બિલાડીઓને ચકમો આપ્યો.
ચકલીએ છેતરી બિલાડીઓને :
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક ચકલી ત્રણ બિલાડીઓથી ઘેરાયેલી હતી, ત્રણેય બિલાડીઓ મળીને તેને પોતાનો શિકાર બનાવવાની હતી. પરંતુ ચકલીએ એવી રીતે બુદ્ધિશા વાપરી કે તેમની ચુંગલમાંથી છટકી ગઈ. વાયરલ વીડિયોમાં એક ચકલી ઘરના આંગણામાં બેઠેલી જોવા મળી રહી છે. તે જ સમયે ત્યાં આવેલી ત્રણ બિલાડીઓની નજર ચકલી પર પડી. ચતુર ચકલી બિલાડીઓના હુમલાથી બચવા માટે ખૂબ જ હોંશિયારી બતાવે છે.
સ્ટેચ્યુ બનીને ઉભી રહી ગઈ :
ચકલી તરત જ સ્ટેચ્યુની જેમ સ્થિર થઈ જાય છે. પરિણામે, બિલાડીઓ તેની આસપાસ વર્તુળ કરે છે અને તેને શંકાસ્પદ રીતે જુએ છે. જો બિલાડીઓને જીભ હોત તો તેઓ ચોક્કસપણે કહેત, “તે ચકલી જેવી લાગે છે… પરંતુ તે હલતી નથી”. સમયાંતરે બિલાડીઓ જાય છે અને તેને સૂંઘે છે અને તેની તપાસ કરવાનો પ્રયાસ કરે છે. જો કે, ચકલી શાંત રહે છે. ચકલીને સ્થિર જોઈને, બિલાડીઓ નિષ્કર્ષ પર આવે છે કે તે પક્ષી નથી પરંતુ એક રમકડું છે.
Bird manages to escape a group of cats by playing statue
Watch to the endpic.twitter.com/Kk4wsyE5yd
— Science girl (@gunsnrosesgirl3) November 29, 2023
લોકોએ કરી બુદ્ધિની પ્રસંશા :
બીજી જ ક્ષણે જ્યારે ચકલીએ તેની પાંખો લહેરાવી, ત્યારે બિલાડીઓને શંકા ગઈ કે તે પક્ષી છે. જલદી જ તેમને ચકલી પર ઝપટ મારી પરંતુ તે આકાશમાં ઉડી ગઈ. ચકલીની આ બુદ્ધિમત્તા જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઘણા લોકો ચકલીને બ્રિલિયન્ટ એક્ટર કહી રહ્યા છે. આ વીડિયોને 10.8 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યું, “ચકલીએ આ ખૂબ જ ચતુરાઈથી કર્યું છે”, અન્ય લોકોએ કહ્યું, “ચકલીને ઓસ્કાર આપવો જોઈએ.”