...
   

ગોવામાં શૂટિંગ કરી રહેલા આ ખ્યાતનામ ટીવી અભિનેતાની તબિયત અચાનક બગડી, ઓક્સિજન લેવલ થયું ઓછું અને ICUમાં….

ભારતીય ટેલિવિઝનના જાણીતા અભિનેતા સૂરજ થાપરને હાલ આઈસીયુમાં ભરતી કર્યા હોવાની ખબર આવી રહી છે. સુરજ થાપરની બહેન વનિતા થાપર દ્વારા એક મીડિયા સાથેની વાતચીતમાં આ વાત જણાવી છે.

વનિતાએ જણાવ્યું કે સુરજ ગોવાની અંદર સ્ટાર પ્લસના સુપરહિટ શો “શૌર્ય ઔર અનોખી”નું શૂટિંગ કરી રહ્યો હતો. કારણ કે કોરોના વાયરસના કારણે મુંબઈની ફિલ્મ સિટીમાં સિરિયલ અને ફિલ્મોના શૂટિંગ ઉપર બેન લગાવી દેવામાં આવ્યું છે. જેના કારણે તે મુંબઈથી ગોવા ટ્રાવેલ કરી રહ્યો હતો.

ત્રણ દિવસથી સૂરજને સામાન્ય તાવ હતો.  તે છતાં પણ તે કામ કરતો રહ્યો અને મુંબઈ આવી ગયો. મુંબઈ એરપોર્ટ ઉપર તેના બે ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાં તેના ઓક્સિજન લેવલ અને પલ્સ ચેક થી જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, આ ઉપરાંત તેનો કોરોના રિપોર્ટ પણ કરાવ્યો જેનો રિપોર્ટ હજુ આવ્યો નથી.

મુંબઈ આવવાની સાથે જ તેને ખુબ જ તાવ અને ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું, જેના બાદ તેને સીધો જ આઈસીયુમાં ભરતી કરી દેવામાં આવ્યો. સૂરજની બહેને આગળ જણાવ્યું કે તે હાલમાં ઠીક છે અને ડોક્ટર સારા છે. સુરજે જણાવ્યું કે તે લીલાવતી નહીં જાય માટે તેને મલાડની હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે.

વનિતાએ આગળ જણાવ્યું હતું કે, ટીવી શો “શૌર્ય ઔર અનોખી”ના શૂટિંગ સમયે સૂરજ ફક્ત હોટલમાં રહેતો હતો. તે શૂટિંગ બાદ ક્યાંય બહાર નીકળતો નહોતો. શૂટિંગ દરમિયાન વાત કરવાની પણ મનાઈ હતી. સૂરજ ખુબ જ કસરત કરતો હતો, ખુબ જ ઉકાળા પણ પીતો હતો તે છતાં પણ તેની આવી હાલત થઇ ગઈ. આ સાથે જ વનિતાએ તેના ભાઈ માટે ચાહકોને પ્રાર્થના કરવા માટે પણ જણાવ્યું છે.

Niraj Patel