રોટલી બનાવતા બનાવતા ગીત ગાઈ રહેલી આ મહિલાનો ફેન થયો ગરીબોનો મસીહા સોનુ સુદ, ટ્વિટ કરીને કહ્યું એવું કે લાખો લોકોના દિલ જીત્યા, જુઓ વીડિયો

આ મહિલાની દિકરીએ માતાને ગીત ગાવા કહ્યું, પછી મમ્મીએ એવું સુરીલા અવાજમાં ગીત ગાયું કે આખું સોશિયલ મીડિયા તેના ટેલેન્ટને જોઈને હચમચી ગયું, જુઓ વીડિયો

આપણા દેશમાં ઘણા બધા એવા લોકો છે જેમનામાં ભરપૂર ટેલેન્ટ પડેલો છે, પરંતુ કેટલાક કારણો સર તેમના ટેલેન્ટને તે બહાર નથી લાવી શકતા તો ઘણા લોકોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું. ત્યારે આજે જમાનો સોશિયલ મીડિયાનો હોય ઘણા લોકો આવા ટેલેન્ટેડ લોકોના વીડિયો બનાવીને પોસ્ટ કરતા હોય છે અને તે રાતો રાત વાયરલ પણ થઈ જતો હોય છે.

આવો જ એક વીડિયો એક મહિલાનો વાયરલ થયો હતો. જેમાં મહિલા રોટલી બનાવતા બનાવતા એક ગાતી જોવા મળી હતી. તે એટલું સુંદર ગાઈ રહી હતી કે લોકો પણ તેની ગાયિકીના દીવાના બની ગયા અને તેના વીડિયોને ખુબ જ શેર પણ કરવા લાગ્યા, ત્યારે હવે તેનો વીડિયો બૉલીવુડ અભિનેતા સોનુ સુદ પાસે પણ પહોંચી ગયો.

વીડિયોની શરૂઆતમાં તમે જોશો કે મહિલા પહેલા લાંબો સ્વર ખેંચીને ચૂપ થઈ જાય છે, પરંતુ તે પછી તે પોતાની દીકરીના કહેવા પર ફરી એકવાર ગીતને ગાતી જોવા મળે છે. વીડિયોમાં છોકરી તેની માતાને કહેતી સંભળાય છે, ‘મમ્મી, એક ગીત સંભળાવોને’, જેના પર મહિલા કહે છે કે તેણે તે જ દિવસે ગીત સંભળાવ્યું હતું અને હવે તે ફરીથી કહી રહી છે.

આ દરમિયાન દીકરી કહે છે કે તેને ઘણો સમય થઈ ગયો છે. મને તારો અવાજ બહુ ગમે છે, તેથી જ મારે સાંભળવું છે. દીકરીની વાત સાંભળીને સ્ત્રી ગાવાનું શરૂ કરે છે. વીડિયોમાં મહિલા કિશોર કુમારનું સુપરહિટ ગીત ‘મેરે નૈના સાવન ભાદો’ ગાતી જોઈ શકાય છે. જે લોકોને પણ ખુબ જ પસંદ આવે છે. ત્યારે આ વીડિયોને જોઈને હવે સોનુ સુદ પણ પ્રભાવિત થયા અને કહ્યું, “નંબર મોકલો.. મા ફિલ્મ માટે ગીત ગાશે !”

Niraj Patel