લગ્ન પછી પતિ સાથે રોમેન્ટિક હનીમુન પર નીકળી આ અભિનેત્રી, તસવીરો જોઇ તમારુ પણ દિલ ખુશ થઇ જશે

પૈસા હોય તો શું ન થાય જોઈ લેજો…લગ્ન બાદ પતિ સાથે માલદીવમાં હનીમુન મનાવવા નીકળી સોનાલી , ક્રૂઝ પર બેઠા આશીષ સાથે શેર કરી રોમેન્ટિક તસવીર,

Sonnalli Seygall Honeymoon Photos : ‘પ્યાર કા પંચનામા’ ફેમ અભિનેત્રી સોનાલી સહેગલ હાલમાં જ થોડા સમય પહેલા તેના લોન્ગટાઇમ બિઝનેસમેન બોયફ્રેન્ડ આશિષ સાથે 7 જૂનના રોજ લગ્નના બંધનમાં બંધાઇ છે. પરિવાર અને મિત્રોની હાજરીમાં કપલે ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. ત્યારે હવે આ નવપરિણીત કપલ ​​હનીમૂન માટે માલદીવ ગયુ છે, જેની તસવીરો પણ સોનાલીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે સોનાલી પતિ આશિષ સાથે ક્રૂઝ પર બેસીને રોમેન્ટિક પોઝ આપી રહી છે. હનીમૂન પર પિંક અને વ્હાઇટ સ્લિટ ગાઉનમાં સોનાલી ખૂબ જ સુંદર લાગી રહી છે. આ દરમિયાન આશીષ જાંબલી રંગના શર્ટમાં સુંદર દેખાઈ રહ્યો છે. બંનેનું બોન્ડિંગ જોતા જ બની રહ્યું છે. જણાવી દઈએ કે સોનાલી અને આશિષ 5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને બંનેએ પોતાના સંબંધોને ગુપ્ત રાખ્યા હતા.

જોકે, 7 જૂને બંનેએ આખરે તેમના રિલેશનને લગ્નનું નામ આપ્યુ. સોનાલીને તેના લગ્ન પછી સોશિયલ મીડિયા પર ઘણો પ્રેમ મળી રહ્યો છે અને નેટીઝન્સ આશિષ સાથેના તેના અદ્ભુત લગ્ન જીવનની ઝલક મેળવવા માટે તેની પ્રોફાઇલ પર ઉમટી રહ્યા છે. તેના મંગળસૂત્ર, સિંદૂર અને હીરાની સગાઈની વીંટી ફ્લોન્ટ કરવાથી લઈને તેની પહેલી રસોઇની ઝલક બતાવવા સુધી, સોનાલી ખરેખર નવી વહુના લક્ષ્યો આપી રહી છે.

અભિનેત્રી હનીમુન દરમિયાન પણ મંગળસૂત્ર અને મોટી સગાઈની વીંટી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર ચાહકો આ તસવીરોને પસંદ કરી રહ્યા છે અને તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. તમને સોનાલી સહગલ ‘પ્યાર કા પંચનામા 2’ થી ચર્ચામાં આવી હતી. સોનાલી લગભગ 12 વર્ષથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. જો કે હજુ સુધી તેને જોઇએ એવી સફળતા મળી નથી. વર્ષ 2011માં તેણે પ્યાર કા પંચનામાથી ડેબ્યૂ કર્યું હતું.

આ પછી તે વેડિંગ પુલાવ, પ્યાર કા પંચનામા 2, જય મમ્મી દી જેવી ફિલ્મોમાં જોવા મળી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનાલી ટૂંક સમયમાં નૂરાની ચેહરામાં જોવા મળશે. તેમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને નુપુર સેનન મુખ્ય ભૂમિકામાં છે. જણાવી દઇએ કે, સોનાલીના બ્રાઇડલ લુકે ઘણી જ હેડલાઇન્સ મેળવી હતી. દુલ્હનના જોડામાં સોનાલીની એન્ટ્રી પણ જબરદસ્ત હતી, તેણે તેના પેટ ડોગ સાથે મંડપમાં એન્ટ્રી કરી હતી.

સોનાલીએ લગ્નના ખાસ અવસર પર ભારે પિંક અને સિલ્વર સાડી પહેરી હતી. આ સાથે સોનાલીએ માથા પર દુપટ્ટો પણ રાખ્યો હતો. સોનાલીએ પોતાના લગ્નને ખૂબ જ ખાનગી રાખ્યા હતા. આમાં ફક્ત તેના કેટલાક ખાસ લોકો સામેલ હતા, જેમાં ઘણા ટીવી અને ફિલ્મ સ્ટાર્સ સિવાય કાર્તિક આર્યન અને મંદિરા બેદી જોવા મળ્યા હતા. અભિનેત્રી આ દરમિયાન ખૂબ જ સુંદર લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonnalli A Sajnani (@sonnalliseygall)

Shah Jina