દુબઈમાં કિર્તીદાન ગઢવીએ જમાવ્યો રંગ, કોઠારીયાનો કમો પણ જોવા મળ્યો મોજમાં, વીડિયો અને તસવીરો એ લૂંટ્યા ગુજરાતીઓના દિલ, જુઓ

દુબઈમાં ખચાખચ ભરેલા હોલની અંદર કોઠારીયાના કમાએ મચાવી ધૂમ, “રસિયો રૂપાળો” ગીત વાગતા જ ડાન્સ કરવા લાગ્યો, જુઓ વીડિયો

kamo fun in Dubai : ગુજરાતમાં ડાયરા સમ્રાટ તરીકે જાણીતા ડાયરા કલાકાર કિર્તીદાન ગઢવીને આજે કોઈ ઓળખની જરૂર રહી નથી. તેમના ચાહકો ગુજરાત અને ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં ફેલાયેલા છે અને એટલે જ તેમના ડાયરાના કાર્યક્રમો વિદેશોમાં પણ થતા હોય છે અને ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો તેમના ડાયરાને માણવા માટે ઉમટી પડતા હોય છે.

કિર્તીદાનના ડાયરામાં લોકો ચલણી નોટોનો વરસાદ કરતા હોય છે, તો વિદેશમાં પણ તેમના પર ડોલર અને પાઉન્ડનો વરસાદ થતો જોવા મળે છે. થોડા દિવસ પહેલા જ કિર્તીદાન ગઢવી ડાયરો કરવા માટે દુબઇમાં ગયા હતા. ત્યારે તેમની સાથે કોઠારીયાનો કમો પણ જોવા મળ્યો હતો. કમો પણ આજે આખા ગુજરાતનું એક મોટું નામ બની ગયો છે.

કિર્તીદાને પોતાના એક ડાયરામાં કમાનો હાથ પકડ્યો અને પછી તો કમાની લોકપ્રિયતા દુનિયાભરમાં જોવા મળી. વિદેશમાં પણ કમાને લાવવા માટે લોકો કિર્તીદાનને વિનંતી કરતા હતા. ત્યારે કિર્તીદાને પણ વચન આપ્યું હતું કે તે કમાને વિદેશ લઇ જશે અને તેના બાદ પોતાના દુબઇ પ્રવાસમાં તેઓ કમાને પહેલીવાર વિદેશ લઇ ગયા.

કમાએ દુબઈમાં પણ લોકોને મોજ કરાવી દીધી. કિર્તીદાન ગઢવીએ તેમના સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં કમો પણ તેમની સાથે જોવા મળી રહ્યો છે.  આ ઉપરાંત કમાએ પોતાનો જન્મ દિવસ પણ વિદેશમાં ઉજવ્યો, જેની ઘણી તસીવરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે અને લોકો પણ તેને પ્રેમ આપી રહ્યા છે.

આ ઉપરાંત કિર્તીદાને એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેઓ મંચ પર બેસીને કમાનુ ગમતું ગીત “રસિયો રૂપાળો” ગાય છે અને ત્યારે કમાની એન્ટ્રી થાય છે. કમો પણ પોતાનો હાથ લહેરાવતો અને સૌનું અભિવાદન ઝીલતો ઝીલતો આવે છે અને મંચ પાસે આવીને જ પોતાના ગમતા ગીત પર ડાન્સ કરવા પણ લાગી જાય છે.

હવે કિર્તીદાન અને કમા દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયો અને તસવીરો લોકોને પણ ખુબ જ પસંદ આવી રહી છે. દુબઇની અંદર કમાનો આવો અંદાજ જોઈને લોકો પણ અભિભૂત થઇ ગયા હતા. ઘણા લોકો કોમેન્ટ કરીને કિર્તીદાન સાથે સાથે કમાની પણ વાહ વાહ કરતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel