બાગેશ્વર ધામમાં પહોંચ્યા કચ્છી કોયલ ગીતાબેન રબારી, પોતાના સુરીલા અવાજમાં ભજનો ગાઈને સભામંડપ ડોલતું કરી દીધું, જુઓ વીડિયો

ગુરુપૂર્ણિમાના પાવન દિવસે બાગેશ્વર ધામમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની સામે ગીતાબેન રબારીએ છેડ્યા સુર, ભક્તો સાથે બાબા પણ ઝૂમી ઉઠ્યા, જુઓ વીડિયો

Gitaben Rabari reached Bageshwar Dham: બે દિવસ પહેલા જ દેશભરમાં ગુરુપૂર્ણિમાનો દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, ઘણી બધી જગ્યાએ ગુરુવંદનાના કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમાં ઘણા કલાકારોએ પણ ભક્તિનો માહોલ છેડીને વાતાવરણ મંત્રમુગ્ધ બનાવી દીધું હતું. ત્યારે ગુજરાતની લોકપ્રિય ગાયિકા અને જેમને લોકો કચ્છી કોયલ તરીકે ઓળખે છે તે ગીતાબેન રબારીએ ગુરુપૂર્ણિમાના પાવન અવસરની ઉજવણી બાગેશ્વર ધામમાં કરી હતી.

બાગેશ્વર ધામ છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં છે. ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના ચમત્કારોને લઈને પણ જાણીતા બન્યા છે. ત્યારે ગુરુપૂર્ણિમાના દિવસે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાગેશ્વર ધામમાં ખાસ ભક્તિ સંગીતના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાતી ગાયિકા ગીતાબેન રબારીએ પણ ભક્તિના સુર રેલાવ્યા હતા.

ગીતાબેન રબારીએ ત્યાં ભક્તિ ગીતો ગાઈને આખો માહોલ ભક્તિમય બનાવી દીધો હતો. જેની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે ગીતાબેનના ભક્તિ ગીતો પર આખો સભા મંડપ ઝૂમી રહ્યો છે, સાથે જ બાગેશ્વર ધામના બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પણ ઝૂમી ઉઠે છે.

ગીતાબેન રબારી મધ્યપ્રદેશમાં આવેલા છતરપુરના બાગેશ્વર ધામમાં પોતાના પતિ પૃથ્વી રબારી સાથે પહોંચ્યા હતા. ગુરુપૂર્ણિમાના પાવન દિવસે બાગેશ્વર ધામમાં બાબાનો દિવ્ય દરબાર ચાલી રહ્યો હતો, જેમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ આશીર્વચન આપ્યા અને પછી ગીતાબેન રબારીએ પોતાના સુર રેલાવી આખા સંભામંડપને ડોલતું કરી દીધું હતું.

આ અંગે ગીતાબેન રબારીએ જણાવ્યું કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી જયારે રાજકોટ આવ્યા હતા ત્યારે તેમણે અમને બાગેશ્વર ધામમાં આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. બાગેશ્વર ધામમાં અમે સાંજે 6 વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા. જેના બાદ રાત્રે 8થી 12 સુધી ચાલતી ભજન સંધ્યામાં અમે ભાગ લીધો હતો. 4 જુલાઈએ બાબાનો જન્મ દિવસ પણ હતો.

તેમણે એમ પણ જણાવ્યું કે બાગેશ્વર ધામમાં આવતા પહેલા અમે ચાઈના હતા, ત્યાંથી હોંગકોંગથી સીધા મુંબઈ અને મુંબઈથી ભોપાલ ગયા હતા અને ત્યાંથી છત્તરપુર આવ્યા. તેમણે એમ પણ જણાવ્યું કે અમે પહેલીવાર બાગેશ્વર ધામમાં આવ્યા હતા અને અહીંયા આવીને અમને ઘણો જ આનંદ થયો છે. ત્યારે ગીતાબેન અને તેમના ભરથાર પૃથ્વી રબારીએ ત્યાંથી સીધા જ આફ્રિકા જવા નીકળવાનું પણ જણાવ્યું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel