મોટા હોઠ, બદલાયેલો ચહેરો…ભૂમિ પેડનેકરની લેટેસ્ટ તસવીરો જોઇ ચોંક્યા ચાહકો, કહ્યુ- કરાવી લીધી લિપ સર્જરી
Bhumi Pednekar Lip surgery : બોલિવૂડની જાણીતી અભિનેત્રી ભૂમિ પેડનેકર તેના દમદાર અભિનય માટે જાણીતી છે. ભૂમિ એ અભિનેત્રીઓમાંની એક છે જે હંમેશા પડદા પર અલગ-અલગ ભૂમિકા ભજવે છે. કાસ્ટિંગ એજન્સીમાં કામ કરવાથી લઈને ફિલ્મોમાં કામ કરવા સુધીની તેની સફર ઘણી ખાસ રહી છે.’દમ લગા કે હઈશા’થી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનાર ભૂમિએ ઘણી હિટ ફિલ્મો કરી છે.
પ્રથમ ફિલ્મ દમ લગા કે હઈશા માટે તેણે તેનું વજન વધાર્યું પણ એક જ વર્ષમાં તેણે તેનું વજન 89 કિલોથી ઘટાડીને 57 કિલો કરી દીધું. આજે તે તેના ફિટ બોડી માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતી છે. એક્ટિંગની સાથે સાથે ભૂમિ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. ભૂમિની લગભગ દરેક લેટેસ્ટ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકોનું ધ્યાન ખેંચે છે. જો કે, હાલમાં ભૂમિ પેડનેકરે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક એવી તસવીરો પોસ્ટ કરી કે બબાલ મચી ગઇ.
આ તસવીરોમાં ભૂમિ બેશક સુંદર દેખાઈ રહી છે, પરંતુ તેના લુક અને ડ્રેસિંગ સેન્સ કરતાં તેના હોઠ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. આ તસવીરોમાં તે ગાર્ડનમાં બેસીને પોઝ આપતી જોવા મળી રહી છે. આ દરમિયાન ભૂમિએ બ્લેક આઉટફિટ પહેર્યો છે. આ ડ્રેસની ડીપનેક ખૂબ જ સ્ટાઇલિશ છે. ત્યાં લોકો તેના લુક પર નહિ પણ તેના હોઠ પર કમેન્ટ કરી રહ્યા છે. એકે પૂછ્યું કે તેના હોઠને શું થયું છે. બીજાએ કોમેન્ટ કરતાં લખ્યું, ‘હોઠની સર્જરી કરાવી લીધી કે શું.’
અન્ય એકે લખ્યું, ‘આવા જાડા હોઠ વિચિત્ર નથી લાગતા, નેચરલ જ નથી લાગી રહ્યા.’ આ સાથે જ એકે તો લખ્યું કે, ‘સુંદર દેખાવા માટે તો લોકો શું શું કરે છે.’ એકે ગુસ્સામાં કહ્યું, ‘તારા હોઠ બહુ ખરાબ લાગે છે. આના કરતા પહેલા સારા હતા. જો કે, આ તસવીરો પર આવી અનેક કોમેન્ટ્સ આવી રહી છે. મોટાભાગના લોકોને ભૂમિના હોઠ પસંદ નથી આવી રહ્યા. ભૂમિ પેડનેકરની આ તસવીરો પર કોમેન્ટ કરીને લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
ભૂમિએ આ તસવીરો 21 જૂને પોસ્ટ કરી હતી. જણાવી દઇએ કે, ભૂમિ આજકાલ પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તે બિલ્ડર યશ કટારિયા સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. યશ મીડિયાથી છુપાયેલો જોવા મળ્યો હતો, પરંતુ પાછળથી આવીને ભૂમિની કારમાં બેસી ગયો. થોડા દિવસો પહેલા બંનેનો કિસ કરતો વીડિયો વાયરલ થયો હતો, જેમાં બંને કારમાં બેસીને એકબીજાને કિસ કરી રહ્યા હતા.