ખબર મનોરંજન

ડિલિવરી ડેટના અમુક દિવસ પહેલા સોનમ કપૂરની તબિયત બગડી, તસવીરો જોતા જ ખળભળી ઉઠશો

બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂર અને પતિ આનંદ આહુજા બસ હવે થોડા જ દિવસોમાં માતા પિતા બનવાના છે, આવનારા અમુક જ દિવસોમાં સોનમ બાળકને જન્મ આપી શકે તેમ છે. એવામાં હાલ સોનમ લાઇમલાઈટથી દૂર પોતાની ગર્ભાવસ્થા એન્જોય કરી રહી છે.એવામાં આ વચ્ચે સમાચાર આવ્યા છે કે સોનમની ડિલિવરીના અમુક જ દિવસો પહેલા તેની તબિયત ખરાબ થઇ ગઈ છે અને તેની જાણ સોનમે સોશિયલ મીડિયા દ્વારા આપી છે.

જેવી રીતે દરેક મહિલાઓને ગર્ભાવસ્થાના સમયમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, તેવી જ રીતે સોનમ પણ આ સમયે પોતાના શરીરમાં બદલાવો અનુભવી રહી છે. તાજેતરમાં જ સોનમે પોતાની એક તસ્વીર શેર કરી છે, જેમાં તે બેડ પર સુતેલી જોવા મળી રહી છે અને આ દરમિયાન તેના પગમાં સોજા આવી ગયેલા પણ દેખાઇ રહ્યા છે.

સોનમ હાલ પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનામાં છે, એવામાં તેના પગમાં સોજા આવવા લાગ્યા છે. સોનમે તસ્વીર શેર કરીને જાણ કરી છે કે તેના પગમાં સુજન આવી ગઈ છે. તસવીર શેર કરીને સોનમે કેપ્શનમા લખ્યું કે,” ઘણીવાર પ્રેગ્નેન્સી સુંદર નથી હોતી”. તસવીરોમાં સોનમે પાયજામો પહેર્યો છે અને માત્ર પોતાના પગની તસ્વીર ક્લીક કરી છે, અને સ્ટોરી શેર કરી છે.

સોનમની જેમ અન્ય મહિલાઓએ પણ આવા અનુભવોનો ઉલ્લેખ કર્યો છે, ગર્ભાવસ્થાના સમયમાં પતિ આનંદ આહુજા સોનમનું ખુબ ધ્યાન રાખી રહ્યો છે,સોનમ પણ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના પતિની મદદ વિશે વાત કરતી જોવા મળે છે. સોનમના બાળકનો જન્મ ઓગસ્ટ મહિનામાં થશે, એવામાં કપૂર પરિવારે પણ બાળકના સ્વાગત માટે ખાસ તૈયારી કરી લીધી છે.

ગત જૂન મહિનામાં સોનમે ઇટલીમાં બેબીમુનનું આયોજન કર્યું હતું, જેમાં તેના નજીકના મિત્રો શામિલ થયા હતા. આ સમારોહની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી. સોનમના ચેહરા પર પ્રેગ્નેન્સી ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મુંબઈમાં તેના બેબી શાવરનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, પણ કોરોનાને લીધે તે રદ્દ કરવામાં આવ્યું હતું.

લગ્ન પછી સોનમ મોટાભાગે પતિ સાથે લંડનમાં જ રહી છે, જો કે તેઓનું દિલ્લીમાં પણ આલીશાન ઘર છે. મીડિયાના આધારે છ મહિના સુધી સોનમ પોતાના માતા પિતા સાથે રહેશે, જેના બાદ તે પતિ સાથે લંડન ચાલી જશે. હાલ સોનમ પાસે ફિલ્મોના પણ ઘણા પ્રોજેક્ટ છે, જેના પર તે બાળકના જન્મ બાદ કામ કરશે.