Apple Store લોન્ચમાં સજી ધજીને પતિ સાથે પહોંચી હતી સોનમ કપૂર, અબજોપતિ CEOને મળ્યા પહેલા કરાવ્યુ ગ્લેમરસ અને બોલ્ડ ફોટોશૂટ

ગ્રે બ્લેઝર સ્કર્ટ સૂટમાં સોનમ કપૂરનું ન દેખાવાનું દેખાઈ ગયું, ખરેખર ફોટાઓ જોઈને શરમ અનુભવવા લાગશો, જુઓ 

એપલના સીઈઓ ટિમ કૂક આ દિવસોમાં ભારતમાં છે. ભારતમાં પહેલો એપલ રિટેલ સ્ટોર મુંબઇમાં ખોલવામાં આવ્યો, જે મુકેશ અંબાણીના Jio વર્લ્ડ ખાતે ખોલવામાં આવ્યો છે. ત્યારે Apple સ્ટોરના ઉદ્ઘાટનમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. સોનમ કપૂર સિવાય શિલ્પા શેટ્ટી, મૌની રોય, સોનાલી બેન્દ્રે અને માધુરી દીક્ષિત સહિતના ઘણા સ્ટાર્સ લોન્ચિંગમાં સામેલ થયા હતા. ઈવેન્ટ લોન્ચ પ્રસંગે સોનમ કપૂર ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં પહોંચી હતી.

સોનમ કપૂર આ દરમિયાન ફોર્મલ આઉટફિટમાં જોવા મળી હતી. તેણે બ્લેક ટોપ અને ગ્રે લોંગ બ્લેઝર સાથે ગ્રે સ્કર્ટ કેરી કર્યુ હતું. જ્યારે આનંદ આહુજાએ બ્લુ શર્ટ અને ડાર્ક ગ્રે પેન્ટ પહેર્યું હતું. આ લુકમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. સોનમ કપૂરે ફોર્મલ આઉટફિટ સાથે યલો બેગ કેરી કરી હતી. આ સાથે તેણે વાળમાં બન બનાવ્યો હતો.

સોનમ કપૂરે આ આઉટફિટ સાથે બ્લેક હીલ્સ પહેરી હતી. એવું કહેવું ખોટું નહીં હોય કે સોનમ કપૂર હંમેશની જેમ ફેશનની ગેમમાં ટોચ પર હતી. સોનમ કપૂરે પતિ આનંદ આહુજા સાથે શેર કરેલી તસવીરોના કેપ્શનમાં પતિને હેન્ડસમ ગણાવ્યો. સોનમ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પતિ સાથે રોમેન્ટિક તસવીરો શેર કરતાં લખ્યું કે, મારા પતિ જે રચનાત્મક પ્રતિભા અને નવિનતાના સૌથી મોટા સમર્થકો પૈકીના એક છે. તેમને લાગે છે કે તે હંમેશા સાથે સાથે ચાલે છે.

કળા, એંજિનિયરીંગ કે વિજ્ઞાનમાં કંઇ પણ અદ્ભૂત બનાવવા માટે કલ્પના શક્તિની આવશ્યક્તા હોય છે. આપણે બધા ક્રિએટર છીએ. સોનમે તેની સિંગલ તસવીરો પણ ઇન્સ્ટા પર શેર કરી છે, જેમાં તે તેનો ફ્લોલેસ બોસ લેડી લુક ફ્લોન્ટ કરી રહી છે. જણાવી દઈએ કે સોનમ કપૂરે ઘણા સમયથી ફિલ્મોથી અંતર બનાવી રાખ્યું છે, પરંતુ સોશિયલ મીડિયા પર તે ફેન્સને ટ્રીટ આપતી રહે છે.

સોનમ કપૂરના આ લુકને જોયા પછી, ચાહકો વિવિધ કોમેન્ટ્સ કરતા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ્યારે એપલના સીઈઓ ટિમ કૂક ભારતમાં છે ત્યારે તેઓ દરરોજ નવી નવી વસ્તુઓનો આનંદ લઈ રહ્યા છે. ટિમ કુક ભારતીય સેલેબ્સ સાથે પણ જોવા મળી રહી છે. તેઓ ભારતની દરેક સુંદરતાને ઉગ્રતાથી માણી રહ્યા છે. પહેલા તેમણે માધુરી દીક્ષિત સાથે મુંબઈનો પ્રખ્યાત વડાપાવ ખાધો.

પછી તે સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજા સાથે ક્રિકેટ મેચ જોવા ગયા. ટિમ કૂકે દિલ્હીમાં બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર, બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને અન્ય લોકો સાથે આઈપીએલ ક્રિકેટ મેચ જોવા ગયા હતા અને આ દરમિયાનની કેટલીક તસવીરો પણ સોનમ દ્વારા શેર કરવામાં આવી હતી, જેમાં સોનમ સાડીમાં ખૂબસુરત દેખાઇ રહી હતી.

Shah Jina