મનોરંજન

જ્યારે સોનમ કપૂરે એક જ વારમાં ખાઈ લીધા હતા 40 સમોસા, દંગ રહી ગયા હતા બધા

ટીવીના લોકપ્રિય શો ‘ધ કપિલ શર્મા શો’ માં નવા નવા અને મોટા મોટા કિરદારો પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવતા રહે છે. એવામાં અમુક દિસવો પહેલા જ શો માં ફિલ્મ ‘ધ જોયા ફેક્ટર’ ના કલાકારો આવી પહોંચ્યા હતા. શો માં ફિલ્મના કલાકાર સોનમ કપૂર અને દુલકર સલમાને કપિલ શર્માની કૉમેડીનો ભરપૂર આનંદ મેળવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on

જણાવી દઈએ કે ફિલ્મ ધ જોયા ફેક્ટર આગળની 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ ચુકી છે.  ફિલ્મ જોયા સોલંકીની નૉવેલ ‘ધ જોયા ફેક્ટર’ પર આધારિત છે. ફિલ્મ રિલીઝના પહેલા જ સોનમ કપૂર પોતાના કો-સ્ટાર્સ સાથે કપિલ શર્મા શો માં પહોંચી હતી. શો માં ફિલ્મ પ્રમોશનની સાથે સાથે સોનમે પોતાના જીવનના ઘણા ખુલાસો પણ કર્યા હતા.

સોનમ કપૂરે ખુલાસો કરતા કહ્યું કે નાનપણમાં તે પોતાના પિતાની ફિલ્મો જોઈને ખુબ જ ડરી જતી હતી. સોનમે જણાવ્યું કે તેના પિતા તેને ક્યારેય પણ ફિલ્મના સેટ પર લઇ જતા ન હતા જેથી તેને ખબર ન હતી કે ફિલ્મને કેવી રીતે શૂટ કરવામાં આવે છે.

સોનમે જણાવ્યું કે જયારે પણ સોનમ પિતાની ફિલ્મોમાં તેને કોઈ મારતા જોતી તો તે ખુબ જ ડરી જતી હતી અને ખુબ રોતી હતી અને કહેતી હતી કે મારા પિતાને શા માટે મારી રહ્યા છો!

આ સિવાય શો માં કપિલે સોનમને કહ્યું કે લગ્ન પછી છોકરીઓ વધારે સુંદર થઇ જાય છે. તેના પર સોનમે કહ્યું હતું કે છોકરાઓને ખબર નહિ લગ્ન પછી શું થઇ જાય છે. સોનમના આવા જવાબ પર ત્યાં હાજર દરેક લોકો હસવા લાગ્યા હતા.

શો માં સોનમે પોતાના વજન ઘટાડવાની મુસાફરી વિશે પણ જણાવ્યું હતું. તેણે કહ્યું કે જ્યારે તે સ્કૂલમાં ભણતી હતી ત્યારે જંક ફૂડ ખાવાની ખૂબ જ શોખીન હતી તે સમયે તે ખુબ જ ગોલ-મટોલ હતી. સોનમે જણાવ્યું કે જ્યારે તે સ્કૂલેથી ઘરે આવતી હતી ત્યારે તેને ઘરનું બનાવેલું ભોજન ખાવાની ખુબ ઈચ્છા થતી હતી એવામાં એકવાર તો તેણે 40 સમોસા ખાઈ લીધા હતા.

સોનમની આવી વાત પર ત્યાં હાજર દરેક લોકો, કપિલ શર્મા અને અર્ચના પૂરણ સિંહ પણ હેરાન રહી ગયા હતા. જો કે પછી સોનમે કહ્યું હતું કે તે મિની કૉકટેલ સમોસા હતા.

સોનમ તેની પહેલા ફિલ્મ ‘એક લડકી તો દેખા તો ઐસા લગા’ માં જોવા મળી હતી. જેમાં અનિલ કપૂરે જ સોનમના પિતાની ભૂમિકા નિભાવી હતી. આ સિવાય ફિલ્મમાં રાજકુમાર રાવ પણ ખાસ કિરદારમાં હતા. જો કે ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.