પપ્પાના ઓફિસ પહોંચી દીકરાએ આપ્યુ UPSC રિઝલ્ટનું સરપ્રાઇઝ, ના રહ્યુ પિતાની ખુશીનું ઠેકાણુ- વીડિયો જોઇ રડી પડ્યા લોકો

UPSC CSE 2023નું પરિણામ જાહેર થઈ ગયું છે, આ પરીક્ષામાં એક હજાર સોળ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓએ સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક UPSC પાસ કરી છે. એવું કહેવાય છે કે સફળતા આખી દુનિયાને દેખાય છે, પરંતુ જેઓ તમારી ખૂબ નજીક છે તે જ તેની પાછળની મહેનત જોઈ શકે છે – જેમ કે તમારા માતા-પિતા. જો કોઈ તમારી સફળતા માટે સૌથી વધુ ખુશ થઈ શકે છે તો તે તમારા માતા-પિતા છે.

પરિણામ જાહેર થયા પછી સફળ લોકોના ઘણા વીડિયો સામે આવે છે, જે ચહેરા પર સ્માઇલ લાવે છે. ત્યારે તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે જે IIT રૂડકીના ગ્રેજ્યુએટ ક્ષિતિજ ગુરભેલેનો છે. જ્યારે ક્ષિતિજે યુપીએસસીની પરીક્ષા પાસ કરી ત્યારે સૌથી પહેલા તે તેના પિતાને ઓફિસમાં ખુશખબરી આપવા પહોંચ્યો. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે ક્ષિતિજ જ્યારે પિતાની ઓફિસમાં આવે છે ત્યારે તેના પિતા લંચ કરી રહ્યા હોય છે.

દીકરાને જોઇ તે કહે છે- શું થયુ ? ક્ષિતિજ જેવો જ પિતા તરફ આગળ વધે છે ત્યારે કહે છે- જો કોઈ મોટો અધિકારી આવે ઉઠવું જોઈએ ને…ક્ષિતિજના પિતા પળભરમાં જ સમજી જાય છે કે ક્ષિતિજે યુપીએસસી પાસ કરી છે, તે તેને અને તેના બાકીના મિત્રોને ગળે લગાવે છે. ક્ષિતિજે પરીક્ષામાં 441મો રેન્ક મેળવ્યો છે. ક્ષિતિજ ગુરભેલેએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું- આ રીતે UPSC CSE 2023નું પરિણામ મારા પિતા સુધી પહોંચ્યું,

જેઓ તેમની ઓફિસમાં સહકર્મીઓ સાથે લંચ કરી રહ્યા હતા. આ ખાસ ક્ષણ હાંસલ કરવા માટે તેને બે વર્ષ સખત મહેનત કરી. આ સફરમાં હંમેશા મારી સાથે રહેવા માટે મમ્મી, પપ્પા અને બહેનનો ખૂબ ખૂબ આભાર. જણાવી દઇએ કે ક્ષિતિજના આ વીડિયોને કરોડો લોકોએ જોયો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina