એક માના ચહેરા ઉપર ત્યારે ખુશીઓ છવાઈ ગઈ જયારે દીકરાએ પોતાની લક્ઝુરિયસ કાર માતાને ચલાવવા માટે આપી દીધી, વીડિયો તમારો દિવસ બનાવી દેશે, જુઓ

એક દીકરો તેની માતાને ખુબ જ પ્રેમ કરતો હોય છે. મા પણ તેના દીકરાને ખુબ જ પ્રેમ કરે છે અને હંમેશા દીકરાની પડખે ઉભી રહે છે. ગર્ભમાં રાખવાથી લઈને મોટો થતા સુધી દીકરાની હંમેશા કાળજી રાખતી હોય છે અને તેના કારણે દીકરાને પણ મા માટે સૌથી વધુ પ્રેમ ઉભરાતો હોય છે. દીકરો પોતાની માતાને ખુશ રાખવા માટેના દરેક પ્રયાસો કરે છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક સાડી પહેરેલી મહિલા કાર ચલાવતી જોવા મળે છે.

બાળકો ઈચ્છે છે કે તેમના માતા-પિતા એવી ક્ષણો જીવે જે તેઓ પહેલા ક્યારેય જીવ્યા ન હોય. માતા-પિતાના ચહેરા પર સ્મિત જોવા માટે તેઓ કોઈપણ હદ સુધી જવા તૈયાર હોય છે. આ વાયરલ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું, જેમાં એક દીકરાએએ તેની માતાને લક્ઝરી કાર ચલાવવા માટે આપી હતી.

ઇન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા લક્ઝરી કારની ડ્રાઇવિંગ સીટ પર બેઠી છે. ડ્રાઇવિંગ સીટ પર બેસીને તે તેના પુત્ર સાથે વાત કરી રહી છે. નોંધનીય બાબત એ છે કે તેમના ચહેરા પર એક અલગ જ ખુશી દેખાઈ રહી છે અને પુત્ર સાથે વાત કરતી વખતે તેઓ આ ક્ષણને માની રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Saikiran Kore (@saikiran_kore)

કારનો અંદરનો નજારો જોઈને સમજાઈ જશે કે આ વાહન એકદમ લક્ઝરી છે અને તેમાં ઘણી હાઈટેક વસ્તુઓ છે. દીકરો તેની માતા સાથે વાત કરી રહ્યો છે અને તેની માતા સાદી સાડીમાં કાર ચલાવી રહી છે. રસ્તા પર ડ્રાઇવિંગ કરતી વખતે ઘણા વાહનો તેની પાસેથી પસાર થયા, પરંતુ એવું લાગતું હતું કે જાણે મહિલાને કાર ચલાવવાનો ઘણા વર્ષોનો અનુભવ છે. આ વીડિયોને શેર કરતા દીકરાએ કેપ્શનમાં લખ્યું કે, ‘મારી માતા XUV 700 કાર ચલાવી રહી છે.’ આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર saikiran_kore નામના યુઝરે શેર કર્યો છે. જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel