ભાઈજાન સલમાન ખાનના ફેન્સ ધ્રુજી ઉઠ્યા, સલમાનનો ભાઈ લઇ રહ્યો છે છૂટાછેડા…પહેલા મલાઈકા ભાભી છોડીને જતા રહ્યા હવે સીમા ભાભી પણ….

સલમાન ખાનનો નાનો ભાઈ સોહેલ ખાન અને તેની પત્ની સીમા ખાનના છૂટાછેડા થઈ રહ્યા છે. બંનેએ છૂટાછેડા માટે મુંબઈની ફેમિલી કોર્ટમાં અરજી કરી છે. શુક્રવારે સોહેલ અને સીમા ફેમિલી કોર્ટની બહાર જોવા મળ્યા હતા. બંને અલગ-અલગ કોર્ટમાંથી બહાર નીકળ્યા હતા. એવા અહેવાલ છે કે બંનેએ તેમના લગ્ન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.સોહેલ ખાન અને સીમા સચદેવ શુક્રવારે ફેમિલી કોર્ટમાં હાજર થયા હતા. બંનેએ છૂટાછેડા માટે અરજી કરી છે.

પરંતુ બંને વચ્ચે મિત્રતા હજુ પણ અકબંધ છે. બંનેએ અચાનક જ અલગ થવાનો નિર્ણય લીધો હતો. આ વિશે કોઈને કહેવામાં આવ્યું ન હતું. બંનેએ પોતાનો નિર્ણય ખાનગી રાખવાનું યોગ્ય માન્યું અને પછી છૂટાછેડા માટે અરજી કરી. તેઓ છેલ્લા ઘણા સમયથી અલગ રહેતા હતા.સોહેલ ખાન અને સીમા ખાનના લગ્નને 24 વર્ષ થયા છે. સોહેલ ખાન અને સીમા ખાનનો સંબંધ લગ્નના 24 વર્ષ બાદ તૂટવા જઈ રહ્યો છે. સોહેલ અને સીમાની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

વાયરલ થઈ રહેલી તસવીરમાં સોહેલ ખાન ચહેરા પર માસ્ક પહેરેલો જોવા મળે છે. બીજી તસવીરમાં સીમા ખાન મીડિયાની અવગણના કરતી જોવા મળી રહી છે.અત્યાર સુધી એ વાત સામે આવી નથી કે કયા કારણે સોહેલ ખાન અને સીમા ખાનના સંબંધો તૂટવાની કગારે પહોંચ્યા.ઘણી વખત સોહેલ ખાનનું નામ બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશી સાથે જોડાઈ ચૂક્યું છે. જોકે સોહેલ ખાને આ સમાચારને માત્ર અફવા ગણાવી હતી. ફેમિલી કોર્ટમાં છૂટાછેડા નોંધાવ્યા બાદ બંને પોતપોતાની કારમાં ઘરે જવા રવાના થયા હતા.

જણાવી દઈએ કે સોહેલ ખાન અને સીમા ખાન વર્ષ 1998માં લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમને બે બાળકો નિર્વાણ અને યોહાન છે. રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2017માં સોહેલ અને સીમાના અલગ થવાની માહિતી સામે આવી હતી.શો ‘ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’માં બતાવવામાં આવ્યું હતું કે સોહેલ અને સીમા અલગ રહે છે. આ શોથી સ્પષ્ટ થઈ ગયું હતું કે સીમા અને સોહેલ અલગ રહે છે. ઉલ્લેખનીય છે કે, સોહેલ ખાન સિવાય સલમાન ખાનના બીજા ભાઇ અરબાઝ ખાનના લગ્ન પણ 17 વર્ષ બાદ તૂટ્યા હતા.

અરબાઝ ખાને મલાઇકા સાથે લગ્ન કર્યા હતા. જો કે, તેઓએ લગ્નના 17 વર્ષ બાદ પોતાના રસ્તા અલગ કરી લીધા હતા.સોહેલ ખાન અને સીમા ખાને લવ મેરેજ કર્યા હતા. બંનેની લવ સ્ટોરી કોઈ ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી. સીમા દિલ્હીની રહેવાસી છે. તે ફેશનની દુનિયામાં પોતાનું નામ બનાવવા માટે આવી હતી. અહેવાલો અનુસાર, બંનેની પહેલી મુલાકાત ચંકી પાંડેની સગાઈની પાર્ટીમાં થઈ હતી. સોહેલ પહેલી નજરમાં જ સીમાના પ્રેમમાં પડી ગયો હતો. આ પછી બંનેનો પ્રેમ ખૂબ જ મજબૂત બન્યો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ધર્મ અલગ હોવાના કારણે સોહેલ અને સીમાના લગ્નમાં ઘણી સમસ્યાઓ આવી હતી. જેના કારણે મધરાતે મૌલવીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને રાત્રે જ લગ્ન થઈ ગયા હતા. બંનેએ આર્ય સમાજ મંદિરમાં બીજા લગ્ન કર્યા. સીમાના માતા-પિતા આ લગ્નની વિરુદ્ધ હતા. ધર્મ અલગ હોવાને કારણે તેઓ ઈચ્છતો ન હતા કે બંને લગ્ન કરે. જો કે, આ કપલે કોઈની વાત ન માની અને એકબીજાનો હાથ પકડી લીધો.

Shah Jina