બેડરૂમકે પુલમાં દીકરા સાથે રોમેન્ટિક ડાન્સ કરનાર મમ્મીના પતિની તસવીરો આવી ગઈ સામે, જોઈને દંગ રહી જશો
સોશિયલ મીડિયા પર પોપ્યુલર થવા માટે લોકો શું-શું નથી કરતા. પબ્લિસીટીની ભૂખની બીમારીની કોઇ સારવાર નથી હોતી. ફેમસ થવા માટે આજકાલ લોકો એવું એવું કરે છે કે આપણે પણ શોક્ડ રહી જઇએ. કેટલાક એવા લોકો પણ છે જેઓ સોશિયલ મીડિયા દ્વારા રાતોરાત સ્ટાર બની ગયા છે. આ સાથે જ કેટલાક લોકોની સોશિયલ મીડિયાની પોલ પણ સામે આવી છે. છેલ્લા કેટલાય સમયથી એક માતા તેના પુત્ર સાથેના રોમેન્ટિક વીડિયોને લઇને ઘણી ચર્ચામાં છે,
તે તેના દીકરાને ખુલ્લેઆમ કિસ કરતી તો ક્યારેક તેની સાથે રોમાન્સ કરતી જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે મહિલા જણાવે છે કે આ છોકરો તેનો પુત્ર છે. વિડિયો શેર કરનાર યુઝરનું નામ રચના છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર 207K ફોલોઅર્સ છે. રચનાએ ઘણા વીડિયો શેર કર્યા છે જેમાં તે તેના છોકરા સાથે રોમેન્ટિક ગીત પર એક્ટ કરી રહી હોય. રચનાએ આ છોકરાને પોતાનો પુત્ર ગણાવ્યો છે. જોકે, બાદમાં રચનાએ જણાવ્યું કે તે આ છોકરાની માસી છે.
રચનાના વીડિયો પછી ઘણા યુઝર્સે નારાજગી વ્યક્ત કરી અને મહિલા આયોગ પાસે કાર્યવાહીની માંગ કરી. ઉલ્લેખનીય છે કે, રચના તેના વીડિયોને લઈને ટ્રોલર્સના નિશાના પર આવે છે. તેને ઈન્સ્ટાગ્રામ પર ખરાબ કોમેન્ટ્સનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તેણે ટ્રોલર્સને જવાબ પણ આપ્યો. રચનાએ લખ્યું- ‘હું આજથી બધાને બ્લોક કરીશ. હવે કરો અભદ્ર કમેન્ટ્સ. રચનાએ તેના દીકરા સાથેના વીડિયો સિવાય તેના પતિ સાથે પણ વીડિયો શેર કર્યા છે અને કેટલીક તસવીરો શેર કરી છે.
View this post on Instagram