ટીવી સામે બેસીને કાર્ટૂનની મજા લેવા લાગ્યો સાપ, આજ પહેલા તમે પણ ક્યારેય નહિ જોયો હોય આવો વીડિયો, જુઓ

પ્રાણીઓ અને માણસોની મિત્રતા વર્ષો જૂની છે, માણસો ઘણા પ્રાણીઓને પાળતા હોય છે અને પ્રાણીઓ પણ માણસો સાથે હળી મળીને રહેતા પણ હોય છે. ત્યારે હાલમાં એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેને લોકોને ચોંકાવી દીધા છે, વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક સાપ ટીવી જોતો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે લિવિંગ રૂમના સોફા પર એક છોકરીના ખોળામાં સાપ બેઠો છે. છોકરી ટીવી જોઈ રહી છે અને સાપની આંખો પણ સતત ટીવી પર છે. તેને જોઈને લાગે છે કે સાપ ટીવી પર ચાલતી કાર્ટૂન ફિલ્મ ખૂબ જ રસથી જોઈ રહ્યો છે.

આ વિડિયો ખરેખર એટલો અદ્ભુત છે કે તેને પહેલીવાર જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને ફરીથી વીડિયો જોશો. આ વીડિયો ઈન્સ્ટાગ્રામના ઘણા ગ્રુપ પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વાયરલ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર snakes_video__ પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Snakes Video (@snakes_video__)

આ વીડિયોને મોટી સંખ્યામાં લોકોએ જોયો છે, જ્યારે ઘણા લોકોએ આ વીડિયોને પસંદ પણ કર્યો છે. આ વાયરલ વીડિયો એવો છે કે તે સોશિયલ મીડિયા પર સરળતાથી તમને પણ જોવા નહીં મળે. ઘણા લોકો કોમેન્ટ કરીને પણ આ વીડિયોને અદભુત હોવાનું કહી રહ્યા છે, તો ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે આવો નજારો પહેલીવાર જોવા મળ્યો છે.

Niraj Patel