ખાવાનું સમજીને પ્લાસ્ટિકની પાઇપ ગળી ગયો સાપ, પછી આ વ્યક્તિએ સાપનો જીવ બચાવવા માટે જે કર્યું તે જોઈને તમે પણ સલામ કરશો…જુઓ વીડિયો

ખતરનાક સાપ માટે ભગવાન બન્યો આ વ્યક્તિ, પ્લાસ્ટિકની પાઇપ ગળી જતા એવી રીતે સાપનો જીવ બચાવ્યો કે.. જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર સાપને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, જેમાં ઘણા લોકો સાપને રેસ્ક્યુ કરતા પણ જોવા મળે છે. સાપ જોઈને કોઈને પણ તેનો ડર લાગી જાય અને તેથી જ મોટાભાગના લોકો સાપની નજીક જતા પણ ડરતા હોય છે અને તેનાથી દૂર રહેવાનું જ પસંદ કરતા હોય છે. સાપ જોવા મળતા જ સાપ પકડવા વાળાને બોલાવે છે.

ત્યારે આપણે બધા જ જાણીએ છીએ કે સાપ જો ડંખ મારે તો માણસનું બચવું લગભગ અશક્ય બની જતું હોય છે. ઘણીવાર આપણે રસ્તા પર કોઈ શ્વાન કે ગાય કઈ ગળી જાય તો લોકોને તે વસ્તુ બહાર કાઢતા જોયા હશે, પરંતુ જો સાપ કઈ એવી વસ્તુ ગળી જાય અને તેને નુકશાન થાય તો તેનો જીવ બચાવવા કોણ જાય ?

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ સાપ માટે ભગવાન બનીને તેનો જીવ બચાવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સાપને રેસ્ક્યુ કર્યા બાદ એક વ્યક્તિ સાપના પેટમાંથી કંઈક કાઢતો જોવા મળે છે. ઘણી વખત સાપ અજાણતા કંઈક ગળી જાય છે, જેને પચાવવાનો પ્રયાસ પણ તેના માટે ખૂબ મુશ્કેલ હોય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ઉલ્ટી કરતી વખતે સાપ તેના મોંમાંથી તે વસ્તુ કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેને તે ખોરાક સમજીને ગળી ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Naveen snake (@snake_naveen)

વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે, સખત મહેનત પછી સાપ કેવી રીતે ગળી ગયેલા પ્લાસ્ટિકના ટુકડાને મોઢામાંથી બહાર કાઢી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર snake_naveen નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3.9 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 73 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. વીડિયો જોનારા યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Niraj Patel