સાપને લાગી તરસ, અચાનક કાચના ગ્લાસમાં મોઢું નાખીને ગટગટ પીવા લાગ્યો, વીડિયો જોઈને લોકો પણ હેરાન રહી ગયા

સાપ ખુબ જ ખતરનાક હોય છે અને જો કોઈ ઝેરી સાપ કોઈને ડંખ મારી દે તો તેના બચવાના ચાન્સ પણ ખુબ જ ઓછા રહેતા હોય છે, જેના કારણે લોકો પણ સાપને જોઈને ભાગી જતા હોય છે, ચોમાસામાં સાપ નીકળવાની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે અને લોકો પણ સાપ પકડવા વાળાને બોલાવીને સાપને દૂર કરે છે, ત્યારે હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જેમાં એક સાપ કાચના ગ્લાસમાંથી ગટગટ પાણી પીતો જોઈ શકાય છે.

ઈન્ટરનેટ પર સાપની પ્રજાતિના ઘણા અદ્ભુત અને શાનદાર વીડિયો જોવા મળેછે, જેને જોઈને લોકો કહે છે – કુદરતે કેવું સુંદર પ્રાણી બનાવ્યું છે. તાજેતરમાં સામે આવેલો વીડિયો પણ કંઈક એવો છે જેણે સોશિયલ મીડિયા યુઝર્સને ચોંકાવી દીધા છે. હકીકતમાં, જ્યારે આ ક્લિપ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્યુબિટી પર શેર કરવામાં આવી હતી, ત્યારે આ મામલો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો.

સાપના ગ્લાસમાંથી પાણી પીવાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ યુઝર માઈક રિચર્ડસન દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેણે ‘બાયો’માં પોતાને સાયન્ટિસ્ટ ગણાવ્યો છે. અને હા, આ ક્લિપ્સ શેર કરતી વખતે તેણે લખ્યું – શું તમે ક્યારેય સાપને પાણી પીતા જોયા છે? વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સાપે પાણી ભરેલા ગ્લાસમાં પોતાનું મોં નાખ્યું છે. તે ગટગટ કરીને પાણી પી જાય છે. આ અદ્ભુત નજારો જોઈને ઘણા લોકો ચોંકી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Pubity (@pubity)

કારણ કે ઘણા લોકોએ ક્યારેય સાપને આ રીતે પાણી પીતા જોયો ન હતો. જો કે, ઇન્ટરનેટ પર આવા ઘણા વીડિયો છે, જેમાં લોકો સાપને પાણી આપતા જોવા મળે છે. વાયરલ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને ઘણા લોકો આ વીડિયોને લાઈક પણ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ આ દૃશ્યને અનોખું દૃશ્ય જણાવી રહ્યા છે.

Niraj Patel