ડ્રામેબાઝ સાપ ! મરવાનું નાટક કરીને આ સાપે જીતી લીધુ બધાનું દિલ, વીડિયો તમે પણ કહેશો કે આ સાપ કોઇ એક્ટરથી કમ નથી

સોશિયલ મીડિયા એ રમુજી અને મનોરંજક વિડિઓઝની ખાણ છે. અહીં તમને આવા ઘણા વીડિયો જોવા મળશે જે તમને હસાવશે. માણસો ઉપરાંત જાનવરોને લગતા ઘણા ફની વીડિયો પણ વારંવાર વાયરલ થતા હોય છે. કેટલીકવાર, ખૂબ જ ખતરનાક પ્રાણીઓની વિચિત્ર ક્રિયાઓ જોઈને, તમે પણ તેમના પ્રેમમાં પડી જાવ છો. આવું જ કંઈક છેલ્લા દિવસોમાં જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર જાનવરોના મજેદાર વીડિયો જોવા મળી જતા હોય છે. આ દિવસોમાં સાપનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં સાપ જોરદાર નોટંકી કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઇ ચોક્કસથી તમારુ દિમાગ એકવાર ચકરાઇ જશે. સારી વાત તો એ છે કે ખતરનાક સાપનો આ વીડિયો જોવામાં ઘણો ફની લાગી રહ્યો છે.

સાપનો આ વીડિયો જોઈને કોઈ પણ હસવા લાગી જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ખતરનાક સાપ મોં ઊંચું કરીને સૂઈ રહ્યો છે. આ દરમિયાન એક વ્યક્તિ ત્યાં આવે છે અને તેને આંગળી વડે સ્પર્શ કરે છે. જો કે સાપને આંગળી વડે સ્પર્શ કરવો ખતરનાક માનવામાં આવે છે, પરંતુ આ સાપ થોડો અલગ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જેવી વ્યક્તિ પોતાની આંગળી વડે તે સાપને સ્પર્શે છે કે તરત જ તે ખતરનાક સાપ તેની જીભ બહાર કાઢી લે છે.

આ પછી તે પોતાનું મોં ખોલે છે અને તે જ જગ્યાએ ફેરવે છે. આ સમયે જ્યારે તમે વીડિયો જોશો તો તમને લાગશે કે સાપ મરી ગયો. જો કે તે મૃત હોવાનુ નાટક કરી રહ્યો છે. આવો સાપનો વીડિયો તમે પહેલા ક્યારેય નહિ જોયો હોય. આ વીડિયો જોઈને બધા ચોંકી ગયા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણા વ્યૂઝ મળી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 85 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ViralHog (@viralhog)

Shah Jina