લોકસભા ચૂંટણી પહેલા સ્કૂટી લઇને ફરતા જોવા મળ્યા સ્મૃતિ ઇરાની, લોકો લેવા લાગ્યા સેલ્ફી- વીડિયો થયો વાયરલ

અમેઠીમાં લોકસભા ચૂંટણી પહેલા ઉમેદવારો પોતાની તાકાત બતાવી રહ્યા છે. ત્યારે હાલમાં અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીની અનોખી સ્ટાઈલ જોવા મળી હતી. સ્મૃતિ ઈરાની અચાનક મોડી રાત્રે સિક્યોરિટી વગર રોડ પર જોવા મળ્યા. સાંસદને રસ્તા પર જોઈને લોકો તેમને મળવા દોડી આવ્યા હતા. આ દરમિયાનનો સાંસદનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

વાસ્તવમાં, ઉમેદવારી નોંધાવતા પહેલા સાંસદ સ્મૃતિ ઈરાની સુરક્ષા વિના રસ્તા પર સ્કૂટર પર ફરતા જોવા મળ્યા હતા, આ મામલો જિલ્લાના ગૌરીગંજ જિલ્લા મુખ્યાલયનો છે. ઇરાની સુરક્ષા વિના સ્કૂટી પર તેમના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા. જ્યારે સુરક્ષા જવાનોને સાંસદ સ્મૃતિ ઈરાનીના બહાર નીકળવાની ખબર પડી ત્યારે ગભરાટ ફેલાયો.

પોતાનું નિવાસસ્થાન છોડ્યા બાદ સાંસદ સ્મૃતિ ઈરાની સૌથી પહેલા તેમની કેમ્પ ઓફિસ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ પછી સાંસદ ચૂંટણી કેમ્પ ઓફિસથી સીધા ગૌરીગંજ કલેક્ટર કચેરી પહોંચ્યા. અહીં તે લોકોને મળ્યા. કલેક્ટર કચેરીથી નીકળ્યા બાદ સાંસદ સ્મૃતિ ઈરાની સ્કૂટી પર શાકમાર્કેટ પહોંચ્યા અને અહીં તેમણે મહિલા અધિકારીઓ સાથે મુલાકાત કરી. આ પછી સાંસદ સ્મૃતિ ઈરાની બીજેપી ઓફિસ પહોંચી અને કાર્યકર્તાઓને મળ્યા.

ત્યારે અમેઠી લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર સ્મૃતિ ઈરાનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા સ્મૃતિ ઈરાની ક્યારેય સુરક્ષા વગર આવી રીતે સ્કૂટી પર નીકળ્યા નથી. જો કે, લોકોને સ્મૃતિ ઈરાનીની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી હતી અને તેમની સાથે સેલ્ફી લેવાની લોકોમાં હોડ લાગી હતી.

Shah Jina