જીજાજીના સ્વાગતમાં સાળીઓએ કર્યો એવો ડાંસ કે જોઇને દુલ્હે રાજા પણ થિરકવા લાગ્યા

સાળીની અદા જોઈને જીજુ પણ થયા બેકાબુ, જુઓ મજા આવે એવો વીડિયો

સોશિયલ મીડિયા પર આજકાલ લગ્નના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે દુલ્હે રાજાના સ્વાગતના પણ કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર છવાઇ જતા હોય એછ. વાત લગ્ન પહેલાની હોય કે પછીની દુલ્હનના ઘરના બધા જ સભ્યો દુલ્હાની ખાતિરદારીમાં લાગી જાય છે. હાલ એક એવો જ લગ્નનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં દુલ્હનની બહેનો જીજાજીના સ્વાગતમાં જબરદસ્ત ડાંસ કરે છે.

જીજાજી અને સાળીનો સંબંધ ઘણો ખૂબસુરત હોય છે. તેમાં પ્રેમ અને સમ્માન સાથે સાથે થોડી મસ્તી પણ સામેલ હોય છે. સોશિયલ મીડિયા પર જીજા-સાળીના કેટલાક મજેદાર વીડિયો વાયરલ થતા રહે છે. આ વેડિંગ વીડિયોમાં દુલ્હે રાજા તેના પરિવાર સાથે વેડિંગ વેન્યુ પર આવ્યા છે અને તેમની સાળીઓ તેમના સ્વાગતમાં ડાંસ કરી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને ધ ભંડારી પેલેસ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વેડિંગ વેન્યુ ઋષિકેશમાં છે. આ વીડિયોમાં દુલ્હે રાજાનું સ્વાગત તેની સાળીઓ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. બેકગ્રાઉન્ડમાં ‘ઓ મેરે જીજાજી’ ગીત વાગી રહ્યુ છે. સાળીઓને આ ગીત પર ડાંસ કરતા જોઇ દુલ્હે રાજા પણ થિરકવા લાગે છે.

અત્યાર સુધી આ વીડિયોને 10 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. બધાને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે અને લોકો આ વીડિયોને લાઇક પણ કરી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

Shah Jina