ચહેરા પર દુ:ખ, કહેવા માટે નથી કોઇ શબ્દ, બંને હાથ જોડી આગળ વધ્યા…કેકેના અંતિમ દર્શન માટે ઘરે પહોંચ્યા મોટા મોટા સેલિબ્રિટી
31 મેના રોજ બોલિવૂડના પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુન્નથના આકસ્મિક નિધને બોલિવુડ સહિત બધાને હચમચાવી દીધા હતા. ગાયકના મૃત્યુના સમાચાર પર વિશ્વાસ કરવો ચાહકો માટે હજુ પણ મુશ્કેલ છે. બોલિવૂડ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં હાલ શોકની લહેર છવાઇ ગઇ છે. કેકેના મિત્રો અને ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ તેમને શ્રદ્ધાંજલિ આપવા તેમના ઘરે પહોંચી રહ્યા છે. હાલમાં જ પ્લેબેક સિંગર હરિહરનની તસવીરો સામે આવી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે કેકેના નિધનથી હરિહરન ખૂબ જ દુઃખી છે. ગાયકને ગુમાવવાનું દુઃખ હરિહરનના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે.
તેમની પાસે મીડિયાને કહેવા માટે શબ્દો નથી. તે ફક્ત હાથ જોડીને આગળ વધી રહ્યા છે. તેમની આ તસવીરો જોઈને બાકીના ફેન્સ પણ ઈમોશનલ થઈ રહ્યા છે.તે સાથે જ ફિલ્મ અને ટીવી એક્ટ્રેસ અન્વેશી સિંગરના ઘરની બહાર સફેદ આઉટફિટ પહેરીને જોવા મળી રહી છે.પોતાના મિત્ર અને ઇન્ડસ્ટ્રીના પસંદગીતા સિંગર કેકેના અંતિમ દર્શ કરવા અભિજીત ભટ્ટાચાર્ય, શ્રેયા ઘોષાલ, જાવેદ અલી, સલીમ મર્ચન્ટ સહિત અનેક સ્ટાર્સ પહોંચી રહ્યા છે.
કેકેના જવાથી પૂરી ઇન્ડસ્ટ્રીમાં માતમ છવાઇ ગયો છે. મ્યુઝિક ઇન્ડસ્ટ્રીથી લઇને ફિલ્મી સ્ટાર્સ સુધી બધા નમ આંખે કેકેન શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કેકેનો પાર્થિવ દેહ પાર્ક પ્લાઝામાં તેમના ઘરે છે. અહીંથી એમ્બ્યુલન્સમાં કેકેનું પાર્થિવ શરીર શ્મશાન સુધી લઇ જવામાં આવશે.તમને જણાવી દઈએ કે, કેકે સિંગરનો મૃતદેહ ગઈકાલે રાત્રે કોલકાતાથી મુંબઈમાં તેમના ઘરે પહોંચ્યો છે. હવે એમ્બ્યુલન્સ તેમને વર્સોવા હિન્દુ સ્મશાનગૃહમાં લઈ જવા માટે તેમના નિવાસસ્થાન પાર્ક પ્લાઝા પહોંચી ગઈ છે.
View this post on Instagram
કેકેના અંતિમ સંસ્કાર ગુરુવારે એટલે કે આજે જ એક વાગ્યા આસપાસ કરવામાં આવશે. ફિલ્મ ક્રિટિક ઉમૈર સંધૂએ એક ટ્વીટ કરી લખ્યુ કે, શું ઇત્તેફાક છે, સલમાન ખાનના ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ માટે પહેલુ ગીત સલમાન ખાનના ટાઇગર 3 માટે કેકેનું છેલ્લુ ગીત.સિંગર કેકેને શ્રદ્ધાંજલિ આપતા, સાઉથ સ્ટાર અલ્લુ અર્જુને ટ્વિટર પર લખ્યું, “કેકે જીના અકાળે અવસાન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. તેણે મારા માટે યાદગાર ગીતો ગાયા. બહુ જલ્દી ગયા, રેસ્ટ ઇન પીસ.