રહસ્યમય મોત : સિદ્ધાર્થની છેલ્લી ક્ષણો કેવી હતી અને બેડરૂમમાં એ ભેદી વ્યક્તિ કોણ હતી? જાણો વિગત

40 વર્ષના ટેલિવિઝનના સૌથી પોપ્યુલર એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું આજે એટલે કે (2 સપ્ટેમ્બર)ના રોજ હાર્ટ-અટેકને કારણે દુનિયાને અલવિદા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લા સલમાન હોસ્ટ શો ‘બિગ બોસ 13’ને કારણે લોકપ્રિય થયો હતો.

એક્ટરને મુંબઈની કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને હોસ્પિટલે તેના મૃત્યુની પુષ્ટિ આપી હતી. કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. ઓશીવાર પોલીસ સિદ્ધાર્થ શુક્લના ઘરે પહોંચી હતી. પછી પોલીસે નિવેદન આપ્યું હતું કે સિદ્ધાર્થના મોતમાં કંઈ ગડબડી થઈ હોવા તેવા ઇનપુટ મળ્યા નથી.

હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર ત્રણ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. સિદ્ધાર્થ શુક્લાએ આજે બુધવારે નાઈટમાં એક્ટર કરણ કુંદ્રા સાથે વાત ચિત્ત કરી હતી. કરન કુંદ્રાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘શોકિંગ કહેવાય, હજી ગઈ કાલ રાત્રે અમે ફોન પર વાત કરી હતી.

અમે વાત કરી હતી કે લાઇફમાં બધું જ કેટલું સારું છે. વિશ્વાસ નથી થતો. યાર તું આટલો જલ્દી જતો રહ્યો. રેસ્ટ ઇન પીસ. તારો હસતો ચહેરો યાદ કરીશ. હું ઘણો જ દુઃખી છું.’ પિપિંગમૂનના રિપોર્ટ અનુસાર તેનું ફેમિલી માને છે કે સિદ્ધાર્થના મૃત્યુમાં કોઈ ફાઉલ પ્લે નથી અને તેથી જ તે પોસ્ટમોર્ટમ માટે તૈયાર નહોતો.

પણ અસ્પતાલે પોસ્ટમોર્ટમ કરવાનો આગ્રહ રાખ્યો હતો, તેથી એક્ટરને જ્યારે લાવવામાં આવ્યો ત્યારે મૃત હતો. પોલીસે પણ પોસ્ટમોર્ટમ માટે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે સિદ્ધાર્થ કોઈ મેન્ટલ પ્રેશરમાં નહોતો અને કારણ વગરની અફવા વહેતી થાય તે તેમને પસંદ નથી. તેઓ એટલા આઘાતમાં છે કે મીડિયામાં ફોર્મલ સ્ટેટમેન્ટ પણ રિલીઝ કરી શક્યા નથી.

અભિનેતાનો જન્મ 12 ડિસેમ્બર, 1980ના રોજ મુંબઈમાં થયો હતો. એક્ટરે મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. 2008માં તેણે ‘બાબુલ કા અંગના છૂટે ના’થી ટીવી ડેબ્યુ કર્યું હતું.

ત્યાર બાદ તેણે વિવિધ સિરિયલમાં કામ કર્યું હતું. પછી આ અભિનેતાએ 2014માં ફિલ્મ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’માં જોવા મળ્યો હતો. ત્યાર બાદ તેણે ‘બિઝનેસ કી કઝખસ્તાન’માં પણ કામ કર્યું હતું. વેબ સિરીઝ ‘બ્રોકન બટ બ્યુટીફુલ 3’માં પણ જોવા મળ્યો હતો.

વેબ પોર્ટલ પિપિંગ મૂનના અનુસાર એક્ટરના ઘરે પહેલી સપ્ટેમ્બરના રોજ એક મિત્ર રોકાયો હતો. અને નાઈટમાં પણ ઘરે જ રોકાયો હતો. પછી બીજા દિવસે સવારે એટલે કે બીજી સપ્ટેમ્બરે જ્યારે તે મિત્રે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે સિદ્ધાર્થ બેભાનવસ્થામાં હતો. તેણે તરત જ સિદ્ધાર્થની માતાને આ વાત જણાવી હતી. સિદ્ધાર્થની માતાએ તરત જ અભિનેત્રી શહનાઝ ગીલને આ અંગે જાણ કરી હતી.

 

YC