સ્વામી નારાયણના સંતોની લીલા સામે આવ્યા બાદ ખાલી થઇ રહી છે હોસ્ટેલ, વાલીઓ લઇ જઇ રહ્યા છે બાળકોને પરત

છેલ્લા કેટલાક દિવસથી સ્વામી નારાયણના સંતો ઘણા ચર્ચામાં છે. ઉપલેટાના ખીરસરા ઘેટીયા ગામે આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સંચાલિત સંસ્થાના બે સ્વામીઓ અને અન્ય એક મુખ્ય સંચાલક વ્યક્તિ સામે દુષ્કર્મ, ગર્ભપાત અને મદદગારી સહિતની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ચકચાર મચી ગઇ છે.

ફરિયાદમાં ધર્મસ્વરૂપદાસ સ્વામીએ રાજકોટની યુવતી સાથે દુષ્કર્મ આચરી તેને સગર્ભા બનાવ્યા બાદ ગર્ભપાત કરાવ્યા હોવાનો ઉલ્લેખ છે, જો કે દુષ્કર્મનો મામલો પોલીસ ચોપડે નોંધાયા બાદ બંને સ્વામીઓ અને મુખ્ય સંચાલક સહિત ત્રણ વ્યક્તિઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

Source: etvbharat.com

ત્યારે હવે આ મામલો સામે આવ્યો બાદ વાલીઓ અહીંયાની હોસ્ટેલમાં રહેતા પોતાના બાળકોને ઘરે પરત લઈ જઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધર્મસ્વરૂપદાસ સ્વામીએ એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નનું નાટક કરી અને દીક્ષા અપાવવાનું કહી વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ અને તેને સગર્ભા બનાવી. જો કે આ પછી યુવતિનો ઇચ્છા વિરૂદ્ધ ગર્ભપાત પણ કરાવી નાખ્યો.

Source: etvbharat.com

આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ બંને સ્વામી એવા ધર્મસ્વરૂપદાસ અને નારાયણ સ્વરૂપ દાસ તેમજ તેમની સાથે મુખ્ય સંચાલક એવા મયુર કાસોદરીયા સહિતના લોકો અચાનક ગાયબ થઈ ગયા છે. જેથી હાલ અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રજા જાહેર કરવામાં આવી છે. જો કે, આ મામલો સામે આવ્યા બાદ અહીંની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને તેમના વાલીઓ ઘરે પરત લઈ જઈ રહ્યા છે. એવું પણ ગ્રામજનોએ જણાવ્યુ છે કે આ સંસ્થાના સ્વામીએ પહેલા પણ અવાર-નવાર આ પ્રકારના કૃત્યો કર્યા છે.

Shah Jina