IPS ઓફિસરના પત્નીનું કેન્સરથી મોત થતા IPS સાહેબે પણ આત્મહત્યા કરી લીધી, દર્દનાક તસવીરો આવી સામે, જુઓ નીચે
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં..
એક IPS અધિકારી પોતાની પત્નીના મૃત્યુથી એટલા દુઃખી થયા કે તેમણે પણ આત્મહત્યા કરી લીધી. આ IPS અધિકારી આસામના ગૃહ સચિવ હતા, જેમની પત્ની કેન્સરથી પીડિત હતી અને તેના કારણે તેમનું મોત થયું હતું. પત્નીના મોતથી આઈપીએસ અધિકારીને આઘાત લાગ્યો હતો. આ પછી તેમણે આત્મહત્યા કરી લીધી. આસામના ડીજીપીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રાજ્યના ગૃહ સચિવના નિધનની પુષ્ટિ કરી હતી.
તેમણે પોતાની પોસ્ટમાં કહ્યું કે આ ઘટનાનો દુર્ભાગ્યપૂર્ણ વળાંક છે. આસામના ગૃહ અને રાજકીય સચિવ શિલાદિત્ય ચેતિયાએ આજે સાંજે પોતાના જીવનનું બલિદાન આપ્યું. તેઓ 2009 બેચના IPS અધિકારી હતા. લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહેલી પત્નીના નિધનની થોડી જ મિનિટો બાદ તેમણે આ પગલું ભર્યું હતું. આ ઘટનાના કારણે આજે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા, આસામ પોલીસ પરિવારમાં ઘેરા શોકની સ્થિતિ છે.
પોલીસ અધિકારીઓએ આ મામલામાં જણાવ્યું કે IPS ઓફિસર ચેતિયાએ ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે ICUમાં આત્મહત્યા કરી હતી. તેમણે પોતાની સરકારી રિવોલ્વરથી પોતાની જાતને ગોળી મારી દીધી હતી. જણાવી દઈએ કે રાજ્યના ગૃહ સચિવ તરીકે તૈનાત થયા પહેલા આઈપીએસ ચેતિયા તિનસુકિયા અને સોનિતપુર જિલ્લાના પોલીસ અધિક્ષક રહી ચૂક્યા છે.
તેમણે આસામ પોલીસની ચોથી બટાલિયનના કમાન્ડન્ટ તરીકે સેવા આપી હતી. રીપોર્ટ્સ અનુસાર, તેમના પિતા પણ ડીઆઈજી રેન્કના પોલીસ અધિકારી હતા અને થોડા વર્ષો પહેલા તેમનું અવસાન થયું હતું. હવે પત્નીના અવસાન બાદ તેમને એટલો આઘાત લાગ્યો કે તેમણે પોતાનો જીવ આપી દીધો.