રામ મંદિરની સુરક્ષામાં તૈનાત SSF જવાનનું ગોળી વાગવાથી મોત, હત્યા કે સુસાઇડ ? પોલિસ કરી રહી છે તપાસ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં..

અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત એક જવાનનું ગોળી વાગવાથી મોત થયું છે. આ ઘટના બુધવારે સવારે 5.25 કલાકે બની હતી. આ જવાનનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા છે, જેમની ઉંમર 25 વર્ષ છે. રીપોર્ટ અનુસાર, ઘટના સમયે કોટેશ્વર મંદિરની સામે બનાવવામાં આવી રહેલા વીઆઈપી ગેટ પાસે જવાન તૈનાત હતો.

રામ મંદિરનો મુખ્ય ભાગ અહીંથી માત્ર 150 મીટર દૂર છે, ઘટના સમયે શત્રુઘ્ન પાસે અન્ય જવાન પણ તૈનાત હતા. ગોળી સામેથી જવાનના કપાળ પર વાગી અને આ પછી સાથી સુરક્ષા કર્મચારીઓ તાત્કાલિક જવાનને લઇને હોસ્પિટલ પહોંચ્યા. હાલત નાજુક થવાને કારણે તેને ટ્રોમા સેન્ટરમાં રેફર કરવામાં આવ્યો. જો કે ત્યાં તબીબોએ જવાનને મૃત જાહેર કરતા મંદિર પરિસરમાં ખળભળાટ મચી ગયો.

ઘટનાને પગલે આઈજી અને એસએસપી પણ પહોંચ્યા હતા. આગળથી માથામાં ગોળી કેવી રીતે વાગી તે અંગે ફોરેન્સિક ટીમને તપાસ માટે બોલાવવામાં આવી છે. જો કે પોલીસનું કહેવું છે કે તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બધુ સ્પષ્ટ થશે. જણાવી દઇએ કે, શત્રુઘ્ન વિશ્વકર્મા 2019 બેચના હતા. તે આંબેડકરનગરના સમ્મનપુર પોલીસ સ્ટેશનના કજપુરા ગામનો રહેવાસી હતો. વિશ્કર્મા પીએસીથી એસએસએફમાં તૈનાત હતો.

Shah Jina