ભાગેડુ વિજય માલ્યાના ઘરે ગુંજી રહી છે શરણાઇ, દીકરો સિદ્ધાર્થ બનવા જઇ રહ્યો છે દુલ્હો…અઠવાડિયુ ચાલશે સેલિબ્રેશન

વિજય માલ્યાનો દીકરો સિદ્ધાર્થ ગર્લફ્રેન્ડ સાથે કરવા જઇ રહ્યો છે લગ્ન, અઠવાડિયુ ચાલશે લગ્નનું સેલિબ્રેશન

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં..

ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાનો પુત્ર સિદ્ધાર્થ માલ્યા તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ જૈસ્મિન સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં સિદ્ધાર્થે જાસ્મિન સાથેની એક તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યુ, “લગ્નનું અઠવાડિયું શરૂ થઈ ગયું છે…#wedding #ily”. તસવીરમાં કપલ ફૂલોની ફ્રેમ સાથે પોઝ આપતું જોવા મળે છે.

જણાવી દઇએ કે, સિદ્ધાર્થ માલ્યાએ હેલોવીન 2023 પર તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. ભૂતપૂર્વ મોડલે હેલોવીન પ્રસંગે સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. એક તસવીરમાં માલ્યા હેલોવીન પર કદ્દુના આઉટફિટમાં સજેલ, ઘૂંટણ પર બેસી જૈસ્મીનને પ્રપોઝ કરતો જોવા મળ્યો હતો. સિદ્ધાર્થ અને જૈસ્મિન લંડનમાં લગ્નના બંધનમાં બંધાશે.

આ કપલના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. લગ્નની જાણકારી આપતી પોસ્ટમાં સિદ્ધાર્થ ગુલાબી પેન્ટ સાથે સફેદ ટક્સીડોમાં જ્યારે તેની ભાવિ પત્ની સફેદ ફ્લોરલ ડ્રેસમાં જોવા મળે છે. આ તસવીર પર બોલિવૂડ અને બિઝનેસ જગતની ઘણી જાણીતી હસ્તીઓએ પ્રતિક્રિયા આપી છે. હ્રતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાને પણ કપલને અભિનંદન આપ્યા છે.

સિદ્ધાર્થ-જાસ્મિનના ફોટો પર કોમેન્ટ કરતાં સુઝૈન ખાને લખ્યું, ‘અભિનંદન, હું પ્રાર્થના કરું છું કે તમે બંને હંમેશા ખુશ રહો’. જણાવી દઈએ કે, સિદ્ધાર્થનું બોલિવૂડ સાથે ગાઢ જોડાણ હતુ. તે ભૂતકાળમાં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણને ડેટ કરી ચૂક્યો છે. આ કપલ ઘણી વખત IPL મેચોમાં સાથે જોવા મળ્યું હતું. બંને અવારનવાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ જોવા માટે સાથે જતા હતા.

Shah Jina