હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો કઇ તારીકે મેઘો મંડાશે

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

ગુજરાતમાં ચોમાસું થોડું નબળું પડવાને કારણે લોકોમાં ચિંતા પ્રસરી હતી. જો કે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 21 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે અમરેલીના બાબરામાં સવા બે ઇંચ નોંધાયો છે. ફરી ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થયું છે. ત્યારે આજ રોજ સુરત, ડાંગ, નવસારી, ભરૂચ, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચોમાસું સક્રિય થઈ ગયું છે અને આગળ પણ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાંથી આવતી શાખા મંદ ગતિથી આગળ વધી રહી છે. જેને પગલે આજથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.

બંગાળના ઉપસાગરના શાખાના ભેજને કારણે મધ્ય ગુજરાત સુધી વરસાદ આવી જવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 22 તારીખ સુધી ભારે પવન ફૂંકાશે. 40 કિમીની ગતિએ પવન ફૂંકાવાનું અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. વરસાદની આગાહી કરતા અંબાલાલે જણાવ્યુ કે, નડિયાદ, આણંદ, અમદાવાદ અને વડોદરામાં ભારે પવન ફૂંકાઈ શકે છે તેમજ ઉત્તર ગુજરાતમાં પણ પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

20મી જૂનથી ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થઈ જશે અને 28 જૂન સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ખેડૂતોને લઇને તેમણે કહ્યુ કે ખેડૂતો માટે હજી મોડું થયું નથી. 22મી જૂનથી આદ્રા નક્ષત્ર ચાલું થશે, આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહે છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shah Jina