પોપટલાલ વિશેની આ વાતો તમે નહિ જાણતા હોય, ચાઈનીઝ ફિલ્મોમાં પણ કરી ચુક્યા છે કામ, જુઓ તસવીરો

તારક મહેતા ફેમ શ્યામ પાઠકનો નથી કોઈ જવાબ, ચાઈનીઝ ફિલ્મમાં કરી ચુક્યા છે કામ- જુઓ

છેલ્લા ઘણા વર્ષોથી  દર્શકોનું મનોરંજન કરાવી રહેલા શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” આજે દરેક ઘરની પહેલી પસંદ બની ગયો છે. આ શો સાથે તેના પાત્રોને પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે. એવું જ એક આ શોનું પાત્ર છે જેને દર્શકો ભરપૂર પ્રેમ આપી રહ્યા છે.

આ પાત્ર છે પોપટલાલનું. પોપટલાલ આ શોની અંદર પત્રકાર તરીકેની ભૂમિકા નિભાવી રહ્યા છે અને હજુ તે આ શોમાં અપરણિત બતાવ્યા છે. પરંતુ આ શોમાં દર્શકોને તેમનો અભિનય અને તેમની કોમેડી જોવાની ખુબ જ મજા આવે છે.

તારક મહેતામાં પોપટલાલનું પાત્ર અભિનેતા શ્યામ પાઠક નિભાવી રહ્યા છે. ઘણા લોકોએ આ શોની અંદર શ્યામ પાઠકને પહેલીવાર અભિનય કરતા જોયા હશે, પરંતુ આજે અમે તમને તેમના વિશેની કેટલીક એવી વાતો જણાવીશું જે તમને પણ ખબર નહીં હોય. શ્યામ પાઠક માત્ર ધારાવાહિકમાં જ નહિ ચાઈનીઝ ફિલ્મોમાં પણ જોવા મળી ચુક્યા છે. જે ફિલ્મનું નામ હતું “લસ્ટ કોશન”.

ચાઈનીઝ ફિલ્મ “લસ્ટ કોશન” વર્ષ 2007માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મની અંદર શ્યામ પાઠકે એક સોનારની ભૂમિકા નિભાવી હતી. તે ફિલ્મની અંદર જવેલરી શોપમાં ઘરેણાં વેંચતા નજર આવ્યા હતા. આ ફિલ્મની અંદર શ્યામ પાઠકે તે પાત્રને ખુબ જ સારી રીતે ભજવ્યું હતું.

આ ફિલ્મની અંદર શ્યામ પાઠક ખુબ જ સારું અંગ્રેજી બોલવા વાળા સોનાર હતા. તે જેમ આજે પોપટલાલના કિરદારમાં ઢળેલા નજર આવે છે તેમ એ ફિલ્મની અંદર તે સોનારના પાત્રમાં ઢળેલા જોવા મળ્યા હતા. તે સૂટ બુટ પહેરીને આ ફિલ્મમાં જોવા મળ્યા હતા.

શ્યામ પાઠક ફિલ્મની અંદર જે દુકાનની અંદર ઘરેણાં વેંચતા જોવા મળ્યા હતા તે દુકાનનું નામ “ચાંદની ચોક” જવેલર્સ હતું. જેના માલિકનું પાત્ર બોલીવુડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેર દ્વારા નિભાવવામાં આવ્યું હતું. બંનેના સાથે ઘણા સીન નજર આવ્યા હતા.

આ ફિલ્મની કહાની જાપાનના કબ્જા દમિયાન આધારિત ઘટનાઓ ઉપર હતી. આ ફિલ્મમાં નાની નાની વાતોનું પણ ખુબ જ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મ ઘણા ઈરોટિક સીન્સથી ભરપૂર છે. બધા જ કલાકારોએ ખુબ જ સારો અભિનય કર્યો હતો.

આ  ઉપરાંત પણ શ્યામ પાઠક ઘણા બધા શોની અંદર નજર આવી ચુક્યા છે. જેમાં “જસુબેન જયંતીલાલ જોશી કી જોઈન્ટ ફેમેલી” અને “સુખ બાય ચાન્સ”નો પણ તેઓ ભાગ રહી ચુક્યા છે. શ્યામ પાઠકના અભિનયની ચાહકો ખુબ જ પ્રસંશા પણ કરે છે.

Niraj Patel