ભીના વાળ, નશીલી આંખો, 42ની ઉંમરે પણ શ્વેતા તિવારીનો આવો લુક જોઇ ચાહકો બોલ્યા- મારી જ નાખ્યા…

42ની ઉંમરે પણ આવી અદાઓ ! બાથરૂમમાં શાવર નીચે શોલા વરસાવી રહી છે શ્વેતા તિવારીની તસવીરો

Shweta Tiwari latest photoshoot : કોણ માની શકે કે શ્વેતા તિવારી બે બાળકોની માતા છે ? અભિનેત્રી અવારનવાર પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દે છે. શ્વેતાએ વારંવાર સાબિત કર્યું છે કે તે પોતાની સ્ટાઈલથી કોઈપણ આઉટફિટમાં કમાલ કરી શકે છે. ગુરુવારે પણ શ્વેતાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરી, જેને જોઈને બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા.

આ તસવીરોમાં શ્વેતા તિવારી બેજ આઉટફિટમાં બાથરૂમમાં પોઝ આપતા જોઈ શકાય છે. તેના ખુલ્લા અને ભીના વાળ તેમજ નશીલી આંખો અને ડીપનેક આઉટફિટ કમાલ કરી રહ્યો છે. એક તસવીરમાં તે શાવર સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. જ્યારે બીજી તસવીરમાં તે બાથટબના કિનારે બેઠી છે.

શ્વેતા તિવારીની તસવીરો પર ઘણા ચાહકોએ તેની ફિટનેસ અને સુંદરતાની પ્રશંસા કરી હતી. શ્વેતા તસવીરોમાં ટાઇટ ડ્રેસમાં તેના ટોન ફિગરને ફ્લોન્ટ કરવામાં જરા પણ અચકાતી નથી. ન્યુટ્રલ મેકઅપમાં શ્વેતા તિવારીની હોટનેસ કમાલની છે. એક યુઝરે તેને ‘સ્ટનિંગ’ કહી તો એકે લખ્યું, ‘શ્વેતા તિવારી પલક તિવારી કરતા નાની અને હોટ લાગે છે.’

એક યુઝરે શ્વેતાને ‘એજલેસ બ્યુટી’ કહી. ઘણા લોકોએ કોમેન્ટ સેક્શનમાં ફાયર ઈમોજીસ મૂકી શ્વેતાની પ્રશંશા કરી. જ્યારે એકે લખ્યું, ‘કોણ માનશે કે તે 42 વર્ષની છે?’ શ્વેતા તિવારી ફેમસ ડેઈલી સોપ ‘કસૌટી ઝિંદગી કે’માં અભિનય કર્યા પછી ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી.

અભિનેત્રી હાલમાં ઝી ટીવીના શો મૈં હૂં અપરાજિતામાં જોવા મળે છે, જેમાં માનવ ગોહિલ પણ છે. શ્વેતા તિવારી અને માનવ ગોહિલ ‘કસૌટી ઝિંદગી કે’ પછી ફરી સાથે છે. ભોજપુરી ફિલ્મોની સાથે સાથે બોલિવૂડમાં પણ પોતાનો અભિનય બતાવનારી શ્વેતા તિવારીએ ઘણા ટીવી શોમાં પોતાની અદભૂત કુશળતા બતાવી છે.

શ્વેતા તિવારીએ કસૌટી ઝિંદગી કીથી લઈને જાને ક્યા બાત હુઈ, પરવરિશ, મેરે ડેડ કી દુલ્હન, હમ તુમ ઔર ડેમ અને મેં હૂં અપરાજિતા સુધીની ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે.

Shah Jina