પિતા ચલાવે છે પાનની દુકાન, પરિવારની હાલત હતી ખરાબ, ગ્લબ્સ ખરીદવાના પણ નહોતા પૈસા, હવે IPLએ બનાવી દીધો કરોડપતિ

દીકરા પર IPLમાં થયો કરોડોનો વરસાદ.. પિતા ચલાવે છે પાનની દુકાન: રાજસ્થાન રોયલ્સે 5.80 કરોડની બોલી લગાવીને ખરીદ્યો

Shubham Dubey Father Pan Stall Owner : હાલમાં જ મંગળવારે દુબઈમાં IPL 2024 માટે ખેલાડીઓની હરાજી થઈ હતી. આ સમય દરમિયાન, ઘણા ખેલાડીઓ પર ઘણા પૈસાનો વરસાદ થયો છે. જે પછી ઘણા એવા ખેલાડીઓ છે જે એક જ ઝાટકે કરોડપતિ બની ગયા. આ ખેલાડીઓમાં એક એવું નામ પણ સામેલ છે જે એક જ ઝાટકે કરોડપતિ બની ગયો. જેનું નામ શુભમ દુબે છે. રાજસ્થાન રોયલ્સે શુભમ દુબેને 5 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. જે બાદ શુભમ દુબેનું નસીબ ચમક્યું. ચાલો જાણીએ કોણ છે શુભમ દુબે?

રાજસ્થાને ખરીદ્યો 5.80 કરોડમાં :

વિદર્ભના બેટ્સમેન શુભમ દુબે માટે 19 ડિસેમ્બર યાદગાર તારીખ બની રહેશે. દુબઈમાં IPL 2024ની હરાજી દરમિયાન રાજસ્થાન રોયલ્સે તેને મોટી બોલી સાથે પોતાની ટીમમાં સામેલ કર્યો. આ અનકેપ્ડ ભારતીય બેટ્સમેનને 2008ના ચેમ્પિયન્સે કુલ રૂ. 5.80 કરોડમાં ખરીદ્યો હતો. તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી. શુભમની અહીં સુધી પહોંચવાની યાત્રા કાંટાઓથી ભરેલી રહી છે. તેના પિતા પાનનો સ્ટોલ ચલાવતા હતા અને ઘરનો ખર્ચો કાઢવા માટે મહેનત કરતા હતા. હવે ઘરમાં ખુશીનો માહોલ છે.

પિતા ચલાવે છે પાનની દુકાન :

IPLની હરાજી શુભમ માટે જીવન બદલી નાખનારી ક્ષણ હતી. નાગપુરમાં ખૂબ જ સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવતો શુભમ હવે IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે સંજુ સેમસન, જોસ બટલર જેવા ખેલાડીઓ સાથે કમાલ કરતો જોવા મળશે. નાગપુરના એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા શુભમને અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો. તેમના પિતા બદ્રીપ્રસાદ દુબે, જેઓ પાનની દુકાન ચલાવે છે, તેમના પરિવાર માટે આજીવિકા મેળવવા માટે દિવસ-રાત સંઘર્ષ કર્યો.

આશા નહોતી કે આટલા કરોડ મળશે :

29 વર્ષીય શુભમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT)માં વિસ્ફોટક બેટિંગ બાદ આ સ્થાને પહોંચ્યો હતો. તેણે 7 મેચ રમી અને 187.28ની સ્ટ્રાઈક રેટથી 222 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સમાં જોડાવાની વાત કરતા શુભમે કહ્યું કે તે આશ્ચર્યજનક છે કારણ કે તેને કોઈ ફ્રેન્ચાઈઝી પાસેથી આટલી મોટી રકમની અપેક્ષા નહોતી. દુબેએ કહ્યું- આ એક અવાસ્તવિક લાગણી છે. મેં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT)માં સારો દેખાવ કર્યો હતો. તેથી, મને હરાજીમાં પસંદ થવાની અપેક્ષા હતી. સાચું કહું તો, મને આટલી મોટી રકમની અપેક્ષા નહોતી.”

કોચને આપી ક્રેડિટ :

દુબેએ એ પણ ખુલાસો કર્યો કે અગાઉ તેમની પાસે ગ્લવ્સ  ખરીદવા માટે પૈસા ન હતા. આવા સમયે તેના ગુરુ કોચ સુદીપ જયસ્વાલે તેને વિદર્ભની ટીમમાં સામેલ કરવા ઘણી મહેનત કરી હતી. દુબેએ તેમના વિશે કહ્યું, ‘તે સમયે અમારી આર્થિક સ્થિતિ ખરેખર ખરાબ હતી. સુદીપ સરે મને ખૂબ મદદ કરી. તેમના સમર્થન વિના, હું મારા જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરી શક્યો ન હોત. મારા માટે હેન્ડ ગ્લવ્સ ખરીદવા પણ શક્ય નહોતું. તેમણે મને નવું બેટ અને કીટ આપી. તેમણે મને અંડર-19, અંડર-23 અને ‘એ’ ડિવિઝન ટીમ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો. તેમના વિના, હું તે કરી શક્યો ન હોત. તેણે વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA) ટીમમાં જગ્યા બનાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Rajasthan Royals (@rajasthanroyals)

Niraj Patel