રણબીર કપૂરની ‘જૂઠી’ એટલે કે શ્રદ્ધા કપૂરે અમદાવાદમાં માણ્યો ગુજરાતી ફૂડનો સ્વાદ, ખમણને ઘૂરી ઘૂરીને જોતી જોવા મળી અભિનેત્રી- જુઓ તસવીરો

ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ પહોંચેલી શ્રદ્ધા કપૂરે માણ્યો ખમણનો સ્વાદ, ખમણને ઘૂરી ઘૂરીને જોતી જોવા મળી અભિનેત્રી

બોલિવુડ અભિનેતા રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર આ દિવસોમાં તેમની અપકમિંગ ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મથી પહેલીવાર પડદા પર સાથે નજર આવનાર બંને કલાકાર ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે અને કોઇ પણ કસર નથી છોડી રહ્યા.

એવામાં જેમ જેમ ફિલ્મની રીલિઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ રણબીર અને શ્રદ્ધા પુર જોશમાં પ્રમોશન કરી રહ્યા છે.શ્રદ્ધા કપૂર ફિલ્મના પ્રમોશને લઇને જગ્યાએ જગ્યાએ ફરતી જોવા મળી રહી છે. ત્યારે તાજેતરમાં જ રણબીર અને શ્રદ્ધા લવ રંજન દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક કોમેડી ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા.

આ દરમિયાન અમદાવાદમાં શ્રદ્ધાએ ગુજરાતી ફૂડ ખમણનો સ્વાદ પણ માણ્યો હતો. તેણે ઇન્સ્ટા સ્ટોરી પર એક તસવીર શેર કરી હતી, જેમાં બે પ્લેટ ખમણની જોઇ શકાય છે. આ દરમિયાન શ્રદ્ધા ખમણની ડિશને જોતી અને મુસ્કુરાતી જોવા મળી હતી.અમદાવાદમાં કંઈક એવું થયું હતુ કે શ્રદ્ધા શરમથી લાલ થઈ ગઇ હતી.

શ્રદ્ધા કપૂર ‘તુ જૂઠી મેં મક્કાર’ના પ્રમોશન માટે અમદાવાદના એક મોલમાં પહોંચી હતી અને આ દરમિયાન અભિનેત્રીને આવકારવા માટે અહીં મોટી સંખ્યામાં ચાહકો હાજર રહ્યા હતા. આ પ્રમોશન ઇવેન્ટમાં લોકોએ શ્રદ્ધા કપૂર માટે કંઇક એવું કહ્યુ કે અભિનેત્રી શરમાઇ ગઇ. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણી દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે,

જેમાં શ્રદ્ધા કપૂર પિંક ટોપ અને બ્લુ જિન્સમાં જોવા મળી રહી છે. આ દરમિયાન કેટલાક લોકો કહે છે કે, ’10 રૂપિયે કી પેપ્સી, શ્રદ્ધા કપૂર સેખ્સી.’ ત્યાં પોતાના માટે લોકોનો પ્રેમ જોઈને અભિનેત્રીનો ચહેરો શરમથી લાલ થઇ જાય છે. ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધાએ અમદાવાદમાં પ્રમોશન દરમિયાન તેની ડેબ્યૂ ફિલ્મ ‘આશિકી 2’નું પોપ્યુલર ગીત ‘ચાહુ મેં યા ના’ ગાયુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ દરમિયાન તે પિંક અનારકલી ડ્રેસમાં જોવા મળી હતી. જણાવી દઈએ કે, ‘તું જુઠ્ઠી મેં મક્કાર’થી શ્રદ્ધા આશરે 4 વર્ષ બાદ મોટા પડદા પર વાપસી કરી રહી છે. શ્રદ્ધા છેલ્લે સાઉથ સ્ટાર પ્રભાસ સાથે ‘સાહો’માં જોવા મળી હતી, જે બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી. હવે શ્રદ્ધા પાસે આગામી ફિલ્મ ‘સ્ત્રી 2’ છે, જેનું શૂટિંગ જલ્દી જ શરૂ થવાનું છે.

અમદાવાદમાં ફિલ્મના પ્રમોશન માટે પહોંચેલી શ્રદ્ધા કપૂરે ગુજરાતીમાં વાત કરવાનો પ્રયાશ કર્યો હતો. “કેમ છો અમદાવાદ” કહી લોકો સાથે વાતની શરૂઆત કરી તો ગુજરાતી ચાહકોને પણ ખુબ ગમ્યું હતું. શ્રદ્ધા કપૂરે જણાવ્યુ હતુ કે તે પોતે અડધી ગુજરાતી છે અને તેને ગુજરાતી વાનગીમાં ઉંધીયુ ખુબ જ ભાવે છે. આ ઉપરાંત તેને ફાફડા – ઢોકળા જેવી વાનગીઓ ખુબ પસંદ છે.

Shah Jina