પાર્ટીમાં રાધિકા મર્ચેંટે સાડી પહેરી બધાને કર્યા સાઇડલાઇન, અંબાણીની વહુને જોતા જ વાગી તસવીરો ક્લિક કરવાની હોડ- જુઓ ફોટા
મશહૂર ફેશન ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલાએ 2 માર્ચના રોજ રાત્રે પોતાની ફેશન ફિલ્મ ‘મેરા નૂર હે મશહૂર’નું પ્રીમિયર રાખ્યુ. આ ઇવેન્ટમાં બોલિવુડથી લઇને ફેશન વર્લ્ડની અનેક હસ્તિઓ સામેલ થઇ હતી. પણ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટે બધી લાઇમલાઇટ લૂંટી લીધી.
આ ઇવેન્ટમાં સોનાલી બેન્દ્રે, નેહા ધૂપિયા, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા સાથે હુમા કુરેશી અને બાબિલ પણ જોવા મળ્યા હતા. પ્રીમિયરના ફોટા જુઓ. જેમાં સેલેબ્સ જે રીતે ભાગ લેવા આવ્યા તે જોઈને તમારા હોશ ઉડી જશે. અબુ જાની અને સંદીપ ખોસલાની આ પાર્ટીમાં ઉર્ફી જાવેદ પણ જોવા મળ્યો હતો.
અભિનેત્રી સોનાલી બેન્દ્રે પણ લાંબા સમય બાદ કોઇ ઇવેન્ટમાં જોવા મળી હતી. તે પતિ ગોલ્ડી બહેલ સાથે અબુ જાની-સંદીપ ખોસલાની પાર્ટીમાં પહોંચી હતી. સોનાલી અદભૂત લાગી રહી હતી. હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન પણ બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે પાર્ટીમાં પહોંચી હતી.
આ ઉપરાંત નેહા ધૂપિયા પણ તેના પતિ અંગદ બેદી સાથે પાર્ટીમાં સ્ટાઇલિશ અંદાજમાં પહોંચી હતી. નેહાને જોઇને બધા જ ચોંકી ગયા હતા. આ ઉપરાંત આ પાર્ટીમાં એવી એક હસ્તિ હતી, જેને જોઇને બધા શોક્ડ રહી ગયા હતા.
જયા બચ્ચન કે જે હંમેશા પેપરાજી અને મીડિયાને જોઈને ભડકી જાય છે તે પણ પાર્ટીમાં બધા સાથે હસતી જોવા મળી હતી. તેના ચહેરા પરનું સ્મિત જોઈને લોકોના ચહેરા પણ ખીલી ઉઠ્યા હતા. જયા બચ્ચન સાથે દીકરી શ્વેતા બચ્ચન નંદા પણ આ પાર્ટીમાં પહોંચી હતી.
તે પણ કોઈ હિરોઈનથી ઓછી દેખાતી ન હતી. પરંતુ મુકેશ અંબાણીની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટે તમામ લાઈમલાઈટ છીનવી લીધી. રાધિકાએ અબુ જાની અને સંદીપ ખોસલાની પાર્ટીમાં સાડી પહેરીને એન્ટ્રી મારી હતી. આ દરમિયાન તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
ઉલ્લેખનીય છે કે, આ પાર્ટીમાં દિવંગત અભિનેતા ઈરફાન ખાનનો પુત્ર બાબિલ પણ પહોંચ્યો હતો. આ સિવાય ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકે પણ અબુ જાની-સંદીપ ખોસલાની ફિલ્મના પ્રીમિયરમાં હાજરી આપી હતી. નવી દાદી બનેલી નીતુ કપૂર પણ અદ્ભુત લુકમાં પહોંચી હતી.
આ ઇવેન્ટમાં સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ પણ ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. ઉર્ફીએ લાલ-ગુલાબી કોમ્બિનેશનની સાડી અને એકદમ અલગ જ બ્લાઉઝ કેરી કર્યો હતો, તેણે ડ્રામેટિક હેડ ગિયર પણ કેરી કર્યુ હતું.
View this post on Instagram