આ પાકિસ્તાની અભિનેત્રીએ પોતાના લગ્નમાં પહેર્યો હતો ઇન્ડિયન બ્રાઇડની જેમ લાલ જોડો, ભડકેલા લોકોએ સંભળાવી ખરી-ખોટી, પછી થયુ એવું કે…

આ પાકિસ્તાની અભિનેત્રીએ લગ્નમાં પહેર્યો લાલ જોડો, ભડકેલા લોકોએ સંભળાવી ખરી-ખોટી, પછી થયુ એવું કે…

પાકિસ્તાનની જાણિતી અભિનેત્રી ઉશના શાહ હાલમાં તેના લગ્નને લઇને ઘણી જ ચર્ચામાં છે. તેણે હાલમાં જ ગોલ્ફર હમઝા અમીન સાથે લગ્ન કર્યા છે, પણ લગ્ન દરમિયાન તેણે એવું કંઇક કર્યુ જેને કારણે તે ખરાબ રીતે ટ્રોલ થઇ અને આને લઇને તેણે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ડીએક્ટિવેટ કરી દીધુ. ઉશા શાહે તેના લગ્નમાં ઇન્ડિયન બ્રાઇડવી જેમ લાલ જોડો પહેર્યો હતો. જેને લઇને લોકોએ તેને ટ્રોલ કરી હતી.

ત્યારે ટ્રોલિંગ બાદ પાકિસ્તાની એક્ટ્રેસે ઇન્સ્ટા સ્ટોરી પર એક લાંબી પોસ્ટ લખી અને સાથે જ સોશિયલ મીડિયાથી બ્રેક લેવાની જાણકારી પણ આપી. તેણે લખ્યુ- મેં ઘણી કમેન્ટ વાંચી છે, જે રોકાવાનું નામ નથી લઇ રહી. પ્લીઝ વિશ્વાસ કરો મેં મારા કલ્ચરને ઠેસ પહોંચાડવા લગ્ન નથી કર્યા. મારો આવો કોઇ ઇરાદો બિલકુલ નહોતો. જો લોકોને લાગે છે કે મેં આવું કર્યુ, મેં તેમને નારાજ કર્યા, તો હું માફી માગુ છુ.

તેણે આગળ લખ્યુ- હું મારા મેન્ટલ હેલ્થને ખાતર આ કિંમતી સમય અને ઉર્જાને પતિ અને નવા પરિવાર સાથે વીતાવવા માગુ છુ. આ માટે કેટલાક દિવસો માટે ઇન્સ્ટાગ્રામ સાઇન ઓફ કરી રહી છું. તમારા પ્રેમ અને દુઆઓ માટે ઘણો આભાર. આ પહેલા ઉશના શાહે ટ્રોલર્સની ખૂબ જ ક્લાસ લગાવી હતી, તેણે ઇન્સ્ટા પર લખ્યુ- મિસિસ અમીન…એ લોકો માટે જેને મારા ડ્રેસથી પ્રોબ્લમ છે.

તમને ઇનવાઇટ નહોતા કર્યા અને ના તમે લહેંગા માટે પેમેન્ટ કર્યુ છે. મારી જ્વેલરી, મારો જોડો પૂરી રીતે પાકિસ્તાની છે. અલ્લાહ અમને ખુશ રાખે આમીન. આ પોસ્ટમાં તેણે એમ પણ લખ્યુ હતુ કે, બેગાની શાદી મેં બિન બુલાએ ફોટોગ્રાફર ઘુસ ગયે…તેમને સલામ ! ઇન્સ્ટાગ્રામ ડીએક્ટિવેટ કર્યા પહેલા,

ઉશનાએ કહ્યુ કે- મેં વર્ષોથી ઓનલાઇન ટ્રોલિંગ પર પ્રતિક્રિયા નથી આપી, પણ હું એક માણસ છું, એક નવા ઘરમાં એક નવી દુલ્હન છું, ફોટોગ્રાફીથી લઇને ગેસ્ટ લિસ્ટ સુધી મેં બધી વસ્તુને પ્રાઇવેટ રાખવાનો પૂરો પ્રયાસ કર્યો. હું તે શેર કરવા નહોતી માહતી, જેને લઇને હું કમ્ફર્ટેબલ રહુ, પણ કેટલાક લોકોએ મારી પ્રાઇવસીની ઇજ્જત ન કરી.

 

View this post on Instagram

 

A post shared by Ushna Shah (@ushnashah_pk)

Shah Jina