અરમાન મલિકની બંને પત્નીઓ પેદા થતા જ ખોઇ દીધા ત્રણેય બાળકો ? પાયલ અને કૃતિકાએ આ ખબરો પર તોડી ચુપ્પી
ફેમસ યૂટયૂબર અરમાન મલિક તેના ગીતો સિવાય તેની બંને પત્નીઓને કારણે પણ ચર્ચામાં રહે છે. હાલમાં તેની બંને પત્નીઓ ખૂબ જ સારા તબક્કામાંથી પસાર થઈ રહી છે, કારણ કે ટૂંક સમયમાં જ તેમના ઘરે ત્રણ નાના મહેમાન આવવાના છે. એક તરફ, જ્યાં અરમાન અને તેની બંને પત્નીઓ તેમના ઘરે આવતા બાળકોના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પર એવા અહેવાલો છે કે અરમાનની પહેલી પત્ની પાયલ મલિકના જોડિયા બાળકોના જન્મ થતા જ મરી ગયા.
ત્યારે હવે આ અહેવાલો પર યૂટયૂબરની પત્નીએ પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. પાયલ અને કૃતિકાએ આવા ફેક ન્યૂઝ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. લેટેસ્ટ વ્લોગમાં પાયલે આ ફેક ન્યૂઝ પર કહ્યું, “તમારી પાસે એટલો સમય છે કે તમે બકવાસ લખો છો, માત્રને માત્ર વ્યુઝ માટે. કારણ કે બે પૈસા આવી જાય. પણ આ માટે તમને ગાળો પણ પડી રહી છે. પાયલે એ પણ જણાવ્યું કે કૃતિકા મલિકના બાળક વિશે ફેક ન્યૂઝ ચાલી રહ્યા છે કે તેણે પણ ડિલિવરી પછી બાળક ગુમાવ્યું.
કૃતિકા મલિક વિશે ચાલી રહેલા ફેક ન્યૂઝ પર પાયલે કહ્યું કે આ ક્લિપ ગયા વર્ષની હૈદરાબાદની છે. તે સમયે કૃતિકા 4 મહિનાની ગર્ભવતી હતી અને પાણી લીકેજને કારણે તેની કસુવાવડ થઈ હતી. કૃતિકાએ એમ પણ કહ્યું કે લોકો તેને ફોન કરીને આ રિપોર્ટ્સ વિશે પૂછી રહ્યાં છે. તેણે કહ્યું કે આ સમાચારો તેને અસર કરી રહ્યા છે. કૃતિકાએ પાયલ વિશે કહ્યું કે, એક સાથે બે બાળકોને જન્મ આપવો સરળ નથી. પાયલ જોડિયા બાળકોને જન્મ આપવાની છે.
તેના પર પણ ઘણું દબાણ છે અને ઉપરથી આવા સમાચાર સાંભળીને તે માનસિક રીતે દબાણમાં આવી જાય છે. પાયલે ફેક ન્યૂઝ બનાવનારાઓને વિનંતી કરી હતી કે તેઓ આવા સમાચાર ન ફેલાવે કારણ કે તેનાથી તેને નુકસાન થાય છે. તેણે કહ્યું, “હું જે તબક્કામાંથી પસાર થઈ રહી છું, દરેક ક્ષણે મને લાગે છે કે કોઈ સમસ્યા ન થવી જોઈએ. ગઈકાલે રાત્રે પણ હું 3:30 વાગ્યે હોસ્પિટલ ગઇ હતી. કારણ કે મને મારા પેટની જમણી બાજુમાં દુખાવો થઇ રહ્યો હતો.
પછી ત્યાં ગયા પછી, હું મારા બાળકોના હૃદયના ધબકારા સાંભળીને આવી. કૃતિકાએ ફેક ન્યૂઝ ન ફેલાવવાની પણ વિનંતી કરી હતી. જણાવી દઈએ કે હાલમાં જ પાયલ અને કૃતિકા માટે બેબી શાવરનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેણે પણ ઘણી ચર્ચાઓ મેળવી હતી.