‘બાહુબલી’ની દેવસેના હવે નથી રહી પહેલા જેવી ફિટ એન્ડ ફાઇન, વધ્યું વજન, જુઓ લેટેસ્ટ તસવીરો

અરરરરરરર, સાવ આવી થઇ ગઈ ‘બાહુબલી’ની દેવસેના ! વજન એવો વધ્યો કે લોકોએ સંભળાવી- જુઓ ફોટા

એસએસ રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલી’ની દેવસેના એટલે કે અનુષ્કા શેટ્ટીનું જ્યારે પણ નામ સામે આવે છે, ત્યારે તેની એ ઇમેજ સામે આવી જાય છે જ્યારે બ્લૂ સાડી પહેરી તે તલવારબાજી કરી રહી હતી અને સફેદ કપડા પાછળ તેની ઝલક સામે આવી હતી. એ એક ઝલકે બધાને દીવાના કરી દીધા હતા. એટલું જ નહિ, તે સીન પણ યાદ આવી જાય છે,

જ્યારે અમરેન્દ્ર બાહુબલી એટલે કે પ્રભાસ સાથે તે રાજ્ય જવા તૈયાર થાય છે ત્યારે તે રાજસી અવતારમાં કોઇ રાનીથી કમ નથી લાગતી. તેની ખૂબસુરતીએ બધાને કાયલ કરી દીધા હતા. હવે તમે વિચારી રહ્યા હશો કે અચાનકથી અનુષ્કા અને ‘બાહુબલી’ વાળા દિવસોની વાત ક્યાંથી ઉઠી, તો જણાવી દઇએ કે સાઉથ અભિનેત્રીને હાલમાં જ મંદિરમાં સ્પોટ કરવામાં આવી હતી,

પણ તેનો લુક ઘણો બદલાયેલો લાગી રહ્યો હતો. એકવાર તો તેને ઓળખવી પણ મુશ્કેલ થઇ ગઇ હતી. અનુષ્કા ઘણા સમયથી લાઇમલાઇટથી દૂર છે. તે લાંબા બ્રેક બાદ મહાશિવરાત્રીના અવસરે એક મંદિરમાં જોવા મળી હતી. તેને જોઇને ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. જોકે, કેટલાક લોકોએ તેનું બોડી શેમિંગ કરવાનું શરૂ કરી દીધુ. અનુષ્કાનો આ હાલ જોઇ ચાહકો તેને ગુજારિશ કરવા લાગ્યા કે તે પતલી થઇ જાય.

તો કેટલાક લોકો એ પણ કહી રહ્યા છે કે તે તેને હજુ પણ વધુ ફિલ્મોમાં જોવા માગે છે.એકે લખ્યુ- ઘણો દુખી, પ્લીઝ સ્વીટી થોડી સ્લીમ થઇ જા. ઉલ્લેખનીય છે કે, આપણી ફિલ્મોએ હિરોઇનોની એક ખાસ ઇમેજ બનાવી દીધી છે. તેમને કામ મળવાનું એ એક્ટિંગ ટેલેન્ટ પર આધાર નથી પણ તે કેટલી ખૂબસુરત છે અને કેટલી ફિટ છે તેમજ તેના ઇન્સ્ટા ફોલોઅર્સ કેટલા છે તે આધારે નક્કી થવા લાગ્યુ છે.

અનુષ્કા શેટ્ટી પહેલી એવી અભિનેત્રી નથી, જેને વધેલા વજનને કારણે ટ્રોલ કરવામાં આવી હોય, પણ રવીના ટંડનથી લઇને વિદ્યા બાલન અને અમૃતા અરોરા તેમજ દિવ્યાંકા ત્રિપાઠી જેવી હિરોઇનો સાથે પણ થઇ ચૂક્યુ છે. માત્ર ઇન્ડિયામાં જ નહિ પણ વિદેશોમાં પણ મામલો આવો જ છે. રિહાનાથી લઇને સેલેના ગોમેજ અને બિલી આઇલિશ જેવી વિદેશી આર્ટિસ્ટને પણ વધેલા વજન માટે ટોણા સાંભળવા પડ્યા છે.

જણાવી દઇએ કે, અનુષ્કા અભિનેત્રી બન્યા પહેલા પ્રોફેશનલ યોગા ઇન્સ્ટ્રક્ટર હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, અનુષ્કાને નવીન પોલિશેટ્ટી સાથે એક ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નાં હજુ સુધી નક્કી થયુ નથી.

Shah Jina